ઉ.પ્રદેશમાં પો.કોન્સ્ટેબલનું મોતઃ ૧૧ની ધરપકડ,૯૨ લોકો વિરુદ્ધ કેસ દાખલ

0
6

પિતા જ નથી રહ્યા તો આ રકમનુ શું કરીશુ? : પોલીસ પુત્ર
ગાજીપુર,તા.૩૦
વડાપ્રધાન મોદીની જનસભા પછી શનિવારે યુપીના ગાજીપુરમાં થયેલાં પથ્થરમારામાં કોન્સ્ટેબલ સુરેશ વત્સનું મોત થઈ હતું. જેને લઈને તેનો પુત્ર વીપી સિંહે પ્રદેશની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યાં છે. તેને કહ્યું કે, જ્યારે પોલીસ પોતાની સુરક્ષા નથી કરી શકતી તો આપણે તેનાથી શું આશા રાખી શકીએ? મુખ્યમંત્રી તરફથી ૫૦ લાખની સહાય રકમ પર પણ તેને કહ્યું જ્યારે પિતા જ નથી રહ્યાં તો આ રકમનું શું કરીશ? ઉત્તરપ્રદેશમાં ૨૮ દિવસમાં ભીડ દ્વારા પોલીસ કર્મચારીની હત્યાનો આ બીજા કેસ છે. આ પહેલાં ૩ ડિસેમ્બરે બુલંદશહેરમાં ગૌહત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલાં લકોએ ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની ગોળી મારીને હત્યા કરી હતી.
સીઓ સિટી ગાજીપુર એમપી પાઠકે જણાવ્યું કે, ભીડના પથ્થરમારામાં માર્યા ગયેલા કોન્સ્ટેબલના કેસમાં ૯૨ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ૩૨ નામી અને ૬૦ અજ્ઞાત છે. જેમાંથી ૧૧ લોકોની પોલીસે ધરપકડ કરી છે. કેટલાંક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે વીડિયો ક્લીપિંગથી પણ આરોપીઓને ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે.
નિષાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ડોકટર સંજય નિષાદે કહ્યું કે આ ઘટનામાં તેમની પાર્ટીના કાર્યકર્તા સામેલ નથી. પણ ભાજપના લોકોનો હાથ છે. તેમને ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી છે. સંજયે કહ્યું કે યોગી સરકારના શાસનમાં જ આવી સ્થિતિ ઊભી થઈ છે. સરકાર નિષાદોને આરક્ષણ આપવાની વાત તો કરે છે પરંતુ નિર્ણય નથી કરતી. આ કારણે જ નિષાદ સમાજ રોડ પર ઉતર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY