આજે મળશે કોંગ્રેસના ધારાસભ્યોની બેંગ્લોરમાં બેઠક
કોંગ્રેસના ધારાસભ્યોનો યુ-ટર્ન,જેડીએસના ધારાસભ્યને ૬૦ કરોડની ભાજપે ઓફર કર્યાનો આરોપ
બેંગ્લુરુ,તા.૧૭
કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની સરકાર ઉથલાવવા માટેનુ ભાજપનુ ઓપરેશન લોટસ ફેલ થઈ ગયુ છે. કહેવાતા અસંતુષ્ટ ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ગુલાંટ મારીને પાર્ટી છોડવાનો ઈનકાર કરી દીધો છે. છેલ્લા સાત મહિનામાં બીજી વખત એવુ થયુ છે કે કર્ણાટકમાં સરકાર બનાવવાના ભાજપના પ્રયત્નોને ફટકો પડ્યો હતો.
કર્ણાટકમાં ઝડપથી બદલાતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસએ ૧૮ જાન્યુઆરીએ પોતાના ધારાસભ્યોની બેંગ્લોરમાં બેઠક બોલાવી છે. આ સિવાય પાર્ટીએ નારાજ ધારાસભ્યોને મનાવવા માટે તેમને મંત્રી બનાવવા માટેનું આશ્વાસન પણ આપ્યું છે.
૨ અપક્ષ ધારાસભ્યોએ કુમારસ્વામી સરકારનું સમર્થન પાછું ખેંચી લીધા પછી હરકતમાં આવેલી કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ‘સુરક્ષિત’ રાખવા માટેના પ્રયત્નો શરુ કરી દીધા છે. ત્યાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ બુધવારે કોંગ્રેસના નેતાઓથી મુલાકાત કરી ઉભી થયેલી વર્તમાન રાજકીય પરિસ્થિતિને ડામવા માટેની રણનીતિને લઈને ચર્ચા કરી હતી.
કોંગ્રેસના સાંસદ કે. એચ. મુનીયપ્પાએ બુધવારે અસંતુષ્ટ ધારાસભ્યોને ભરોસો આપવાનો પ્રયત્ન કર્યો હતો કે, તેમને આગામી કેબિનેટના વિસ્તરણમાં તક આપવામાં આવશે. મુનીયપ્પાએ કહ્યું કે, ‘હું એ બધાને પાછા ફરવા માટે આમંત્રણ આપું છું જે લોકો પક્ષ બદલી ચૂક્્યા છે. તમે ચિંતા ન કરો. બીજી પેઢીના જે કોંગ્રેસીઓ ચૂંટણી જીત્યા છે તેમણે અસુરક્ષિતતાનો અનુભવ કરવો જાઈએ નહી. રાહુલ ગાંધી અને કે. સી. વેણુગોપાલ તમારી ફરિયાદોથી વાકેફ છે તમને આગામી કેબીનેટના વિસ્તરણમાં તક આપવામાં આવશે’.
જણાવી દઈએ કે, ૨ અપક્ષ ધારાસભ્યોએ મંગળવારે કુમારસ્વામીની આગેવાની હેઠળની કર્ણાટકની જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર પાસેનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. ત્યાર પછી રાજ્યમાં રાજકીય હલચલ વધી ગઈ હતી. ભાજપના રાષ્ટÙીય સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા કર્ણાટકના ધારાસભ્યો સંમેલન પૂર્ણ થવા છતાં પાછા ફર્યા નથી. ભાજપના ધારાસભ્યો ગુડગાંવની હોટલમાં રોકાયેલા છે. આ દરમિયાન, ૨ અપક્ષ ઉમેદવારોએ સમર્થન પાછું ખેંચ્યા પછી કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં રોકાયેલા છે.
૨૨૪ ધારાસભ્યોની કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસના ૧૧૭ ધારાસભ્યો છે જે બહુમતી માટે જરૂરી ૧૧૩ના આંકડાથી ૪ વધારે છે. ૨ અપક્ષ ઉમેદવારોનું સમર્થન પાછા ખેંચવાના કારણે હાલમાં તો સરકાર પર કોઈ સંકટ નથી પરંતુ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનને ઝટકો ચોક્કસ લાગ્યો છે. કર્ણાટકમાં ભાજપના ૧૦૪ ધારાસભ્યો છે તેમજ પાર્ટી અન્ય પક્ષોના ધારાસભ્યોના રાજીનામાં દ્વારા રાજ્યમાં સરકાર બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



