૨૦મી જાન્યુ.એ અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી રેલી સંબોધશે
કોલકાત્તા,તા.૧૭
મુખ્ય પ્રધાન મમતા બેનરજી વિરોધ પક્ષના મોટા માથા સાથે શક્તિ પ્રદર્શન કર્યાના બીજા દિવસે (૨૦મી જાન્યુઆરી)એ ભાજપ પ્રમુખ અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા અનેક રેલીઓને સંબોધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આઠમી ફેબ્રુઆરીએ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી ભાજપની સભામાં ભાગ લેવાની શક્્યતા ભાજપના રાજ્ય પ્રમુખ દિલીપ ઘોષે દર્શાવી હતી.
સુપ્રીમ કોર્ટે ભાજપની રથ યાત્રા પર પ્રતિબંધ લાદવાનો, પણ જાહેર સભાઓ ભરવા માટે પરવાનગી આપતો આદેશ બહાર પાડયાના બીજા દિવસે આ જાહેરાત કરવામાં આવી હતી. ઘોષે જણાવ્યું હતું કે અમે એક મહિના સુધી જાહેર સભાઓ ગજવીશું અને પહેલી સભાની શરૂઆત માલદાથી ભાજપ પ્રમુખ અમિત શાહના ભાષણથી કરવામાં આવશે.
૨૧મી જાન્યુઆરીએ બીરભૂમના સુરીમાં અને જહારગ્રામની સભાને શાહ સંબોધશે. ત્યાર બાદ ૨૨મી એ તેઓ નાદિયા જિલ્લાના ક્રિશ્ર્નાનગર અને દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના જયનગરની સભામાં ભાગ લેશે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સભાઓ યોજાતી રહેશે.
મોદીની હાજરી વિશે હજુ કશો નિર્ણય લેવાયો નથી. અમે પીએમઓ કાર્યાલયને સભાઓની યાદી મોકલી આપી છે અને આઠમી ફેબ્રુઆરીની સભામાં તેઓ કદાચ હાજર રહેશે. મહિના સુધી ચાલનારા અમારા કાર્યક્રમ દરમિયાન કેટલીક સભાઓમાં મોદીને બોલાવવાની તૈયારી પણ અમે કરી રહ્યા છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




