દેવામાં ડૂબેલા બિઝનેસમેને માતાપિતા,પત્ની-પુત્રની હત્યા કરીઃ પોતે પણ આપઘાત કર્યો

0
4

બેંગ્લુરુ,તા.૧૬
કર્ણાટકના ચામરાજનગરમાં હૃદયને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ રસ્તા પર પોતાના આખા પરિવારની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યાકાંડને અંજામ આપ્યા પછી વ્યક્તિએ પોતે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પાંચ મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
મૃતકોમાં ઓમ પ્રકાશ (૩૮), પત્ની નિકિતા (૩૦), ઓમ પ્રકાશના પિતા નાગરાજ આચાર્ય (૬૫), માતા હેમા રાજુ (૬૦) અને ચાર વર્ષના દીકરા આર્ય ક્રિષ્નાનો સમાવેશ થાય છે. પોલીસના કહેવા પ્રમાણે ઓમ પ્રકાશે બિઝનેસમાં ભારે નુકસાન બાદ દેવું થઈ જવાથી આવું પગલું ભર્યું હોઈ શકે છે.
આ બનાવ ઉટી રોડનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે મૈસુરના ઓમ પ્રકાશે પોતાના પરિવારને ફરવા લઈ જવા માટે મૈસુરથી આશરે ૬૦ કિલોમીટર દૂર ગુંડલપેટમાં નંદી લોંઝમાં એક રૂમ બૂક કરાવ્યો હતો. ગુરુવારે તે પરિવાર સાથે અહીં પહોંચ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો વહેલી સવારે તેઓ જ્યાં રોકાયા હતા ત્યાંથી એક કિલોમીટર દૂર પહોંચ્યા હતા. હોટલથી દૂર આવ્યા બાદ ઓમ પ્રકાશે પોતાની રિવોલ્વર કાઢી હતી અને પરિવારના સભ્યોની હત્યા કરી નાખી હતી. પરિવારના તમામ સભ્યોની હત્યા કર્યા બાદ ઓમ પ્રકાશે પોતે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. સવાર સવારમાં રસ્તા પર બનેલી આ ઘટનાને જોઈને તમામ લોકો હેરાન થઈ ગયા હતા.
સવારના સમયે ગોળીબારો અવાજ સાંભળીને દોડાદોડી થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણકારી મળ્યાં બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડયાં હતા. જોકે, તમામ લોકોનાં મોત થઈ ચુક્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી હત્યાકાંડ માટે વપરાયેલી રિવોલ્વર મળી આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY