બીજેડીને વધુ ફટકો : સાંસદ તથાગત સત્પથી રાજકારણમાંથી સંન્યાસ લેશે

0
26

ભૂવનેશ્વર,તા.૬
ઓડિશાથીBJDના છેલ્લી ચાર ટર્મથી સાંસદ તથાગત સત્પથીએ પત્રકારિતા પર ફરી ધ્યાન આપવા માટે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સત્પથીએ જાહેરાત એવા સમયે કરી જ્યારે એક દિવસ પહેલા લોકસભામાં તેમની પાર્ટીના પૂર્વ સાથી બૈજયંત પાંડા મ્ત્નઁમાં સામેલ થઈ ગયા છે.
બૈજયંત પાંડાને BJDના અધ્યક્ષ અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાટક સાથે મતભેદના કારણે લોકસભાની સાથે સાથે BJDમાંથી રાજીનામુ આપી દીધું હતું. ઓડિશાના પૂર્વ મુખ્યપ્રધાન નંદિની સત્પથીના પુત્ર તથાગત સત્પથી ઓડિશાના ઢેંકનાલથી સાંસદ હતાં.
તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, હવે પત્રકારિતામાં અને નિડર અવાજની જરૂર છે. હું પત્રકારિતા પર ફરી ધ્યાન આપવા માટે રાજકારણમાંથી સન્યાસ લઈ રહ્યો છું. આટલા વર્ષોના સહયોગ માટે નવી પટનાયકનો આભાર. આ ખબર પડી કે લોકોની સેવા કરવા માટે રાજકારણ એક માત્ર માર્ગ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY