વાશિંગ્ટન,તા.૨૬
બ્રેન ટ્યૂમરની બીમારી સામે ઝઝૂમી રહેલા એરિઝોનાના સેનેટર જાન મેક્કેનનું શનિવારે નિધન થયું છે. ૮૧ વર્ષીય જાન મેક્કેને શુક્રવારે પોતાની સારવાર કરાવવાનું બંધ કર્યું હતું. મેક્કેન છ વખત જીઓપીના સેનેટર રહી ચુક્્યા હતા. તેઓ બે વખત અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખપદના દાવેદાર પણ હતા. મેક્કેન પોતાના પિતા અને દાદાના પગલે અમેરિકાની નૌસેનામાં ગયા હતા અને તેઓ ફોર સ્ટાર એડમિરલ પણ બન્યા હતા.
મેક્કેનની આત્મકથા ધ રેસ્ટલેસ સેવમાં તેમણે લખ્યું છે કે તેમણે અમેરિકાના ઈતિહાસમાં પોતાનું એક નાનું સ્થાન બનાવ્યું છે. મેક્કેન સતત ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતા હતા. ટ્ર્પની નીતિઓના ટીકાકાર મેક્કેને ઓબામાકેરના રદ્દ કરવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. વિયતનામ યુદ્ધમાં ભાગ લેનારા જાન મેક્કેન વાર હીરો તરીકેનો દરજ્જો ધરાવતા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટપ્રમુખ જા બિડેને કહ્યું છે કે મેક્કેનનો વારસો ક્્યારેય સમાપ્ત નહીં થાય. મેક્કેનના દેહાંત પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ટ્રમ્પે ટિ્વટ કરીને કહ્યું છે કે મેક્કેનના પરિવાર પ્રત્યે તેઓ સંવેદનાઓ વ્યક્ત કરે છે. તેઓ તેમના માટે પ્રાર્થના કરે છે. તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પણ જાન મેક્કેનને યાદ કર્યા છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


