ન્યુ દિલ્હી,તા.૨૬
હેતના પર્વ રક્ષાબંધને દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય માનવીને કોઈ રાહત મળી નથી. જ્યારે ૧૫ ઓગષ્ટ અને ઈદના તહેવાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત આપવામાં આવી હતી. જેને વિપરીત રવિવારે પેટ્રોલ પર લીટર દીઠ ૧૧ પૈસા અને ડીઝલ પર ૧૫ પૈસા સુધી વધાર્યા છે. અહીં જણાવવાનું કે, ૧૫ ઓગષ્ટ બાદ પેટ્રોલ-ડીઝલ પર દેશના ૪ મહાનગરમાં ૬૦ પૈસા વધી ગયા છે. આવનારા દિવસોમાં આ ભાવમાં વધારો થવાની સંભાવના છે.
શુક્રવારે આઈઓસીએલની વેબસાઈટ પરથી પ્રાપ્ત જાણકારી મુજબ પેટ્રોલની કિંમતોમાં સરેરાશ લીટર દીઠ ૧૧ પૈસાનો વધારો થયો છે. ચાર મહાનગરોમાંથી દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલની કિંમતોમાં ૧૧ પૈસાના વધારા સાથે લીટર દીઠ ૭૭.૭૮ રૂપિયા થયો છે. તો કોલક્તામાં લીટર દીઠ ૧૦ પૈસા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ ૧૧ પૈસા વધાર્યા છે.
રક્ષાબંધનના દિવસે ડીઝલના ભાવમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી. જ્યારે દેશમાં ડીઝલમાં લગભગ લીટર દીઠ ૧૫ પૈસા વધ્યા છે. નવી દિલ્હીથી શરૂઆત કરીએ તો અહીં ૧૪ પૈસાનો વધારો થયો છે. ત્યારબાદ અહીં ડીઝલની કિંમત લીટર દીઠ ૬૯.૩૨ રૂપિયા થઈ છે. તો કોલકત્તામાં ડીઝલની કિંમત લીટર દીઠ ૭૨.૧૬ રૂપિયા, મુંબઈમાં ૭૩.૫૯ રૂપિયા પહોંચી છે. ચેન્નઈમાં ડીઝલની ભાવમાં લીટર દીઠ ૧૫ પૈસાનો વધારો થયો છે. ત્યારબાદ અહીં લીટર દીઠ ડીઝલના ભાવ ૭૩.૨૩ રૂપિયા થયા છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




