બાયોમેડીકલ વેસ્ટ પ્લાન્ટમાં એકને બચાવવા જતા ત્રણ ડૂબ્યા

0
15

ભાવનગર,તા.૨૫
બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટમાં ડુબી જવાથી ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. કુંભારવાડામાં આવેલા પ્લાન્ટમાં આ બનાવ બન્યો છે. સમગ્ર બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને થતાં બંને ટીમ તાત્કાલીક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયરની ટીમે ત્રણેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. હાલ ત્રણેયના મૃતદેહને પીએમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગર નજીક એક ગંદા પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં કામ કરી રહેલા ત્રણ કર્મીઓ વાલ્વ બંધ કરવા ગયા હતા. જેમાં એકને બચાવવા જતાં બીજા ૨ જણા પણ તેની સાથે ડુબી ગયા હતા. થોડો સમય થતા વાલ્વ બંધ કરવા ગયેલા કર્મચારી પાછા ફર્યા નહી તો અન્ય કર્મીઓ તેને શોધવા માટે ગયા પરંતુ તેમનો પતો ન મળતા તે લોકો ડુબી ગયા હોવાની શંકા થઈ. જેથી કર્મીઓએ તુરંત ઉપરી અધિકારીને જાણ કરતા ફાયરની ટીમને ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ફાયરની ટીમે બારે જહેમત બાદ ત્રણેયની લાશ બહાર કાઢી લીધી છે. ત્રણેયના મૃતદેહને ૧૦૮ એમ્બ્યુલન્સમાં નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY