મેંગ્લોર ફાયરિંગમાં મૃત્યુ પામનારને કર્ણાટક સરકાર ૧૦ લાખની સહાય આપશે

0
24

બેંગ્લુરુ,તા.૨૨
નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ની વિરુદ્ધમાં કર્ણાટકમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં મંગલોરમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં ૨ લોકોના મોત નીપજ્યા છે. આ સાથે હવે પીડિત પરિવારજનોને માટે કર્ણાટક સરકારે ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ પહેલાં પણ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ મંગળવારે ફાયરિંગમાં જીવ ગુમાવનારા એક વ્યક્તિના ઘરે જઈને મુલાકાત લીધી હતી.
કર્ણાટકના મંગલોરમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું, પોલીસ ફાયરિંગમાં ૨ લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રદર્શન પર કાબૂ મેળવવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ સમયે પોલીસની ગોળીનો શિકાર આ બે લોકો બન્યા હતા.
પીડિતના પરિવારજનોને માટે કર્ણાટક સરકારે ૧૦ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ પહેલાં કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમાર સ્વામીએ મંગલોર ફાયરિંગમાં મૃત્યુ પામનાર એક વ્યક્તિના ઘરની મુલાકાત લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY