કોંગ્રેસના કારણે મુસ્લિમોને અનામત ન મળ્યું : અબુ આઝમી

0
29


મુંબઈ,તા.૪
સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ અબુ આઝમીએ કોંગ્રેસ પર અનામત ન દેવાનો આરોપ લગાવ્યો છે. આઝમીએ કહ્યું હતું કે મુસ્લિમોને કોંગ્રેસ પાર્ટીના કારણે અનામત મળ્યું નથી. પોતાના કાર્યકાળમાં કોંગ્રેસ ધાર્યું હોત તો મુસલમાનોને અનામત મળી ગયું હોત. અબુ આઝમીએ કહ્યું હતું કે અનામતની માંગણીને લઈને સ્કુલ બંધ કરાવીશું. સરકાર સાંભળતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવતા આઝમીએ કહ્યું હતું કે ફડણવીસ સરકાર તેમનું જ સાંભળે છે જેમની પાસે તાકાત હોય છે. જો અમે મરાઠાઓની જેમ હિંસક થઈશું તો અમને ગોળી મારી દેવામાં આવશે.
શિવસેના પર બોલતા આઝમીએ કહ્યું હતું કે શિવસેના ઇચ્છે છે કે મુસ્લિમોને પાંચ ટકા અનામત મળે. અમે તેનું સ્વાગત કરીએ છીએ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY