ભુજ, મંગળવાર
આગામી તા. ૨૨-૦૩-૨૦૧૯, શુક્રવારના રોજ ભચાઉ સી.એચ.સી. ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારીના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં ફીઝીશીયન, બાળરોગ નિષ્ણાંત, હાડકાના નિષ્ણાંત, માનસિક આરોગ્ય નિષ્ણાંત, કાન, નાક, ગળાના નિષ્ણાંત, આંખના સર્જન, ઓપ્થલમીક આસી. ઓડીયોલોજીસ્ટ સહિતનાઓ હાજર રહીને તેમની સેવાઓ આપશે. જેમને દિવ્યાંગતા પ્રમાણપત્ર લેવાના હોય તેઓને આ કેમ્પનો લાભ લેવા જિલ્લાના મુખ્ય તબીબી અધિકારીએ જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


