ભાગવતનું નિવેદન લોકોનું ધ્યાન બીજે ખેંચવા:નો સ્ટંટ કે પછી….!!?

0
25

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે દશેરાના જાહેર કર્યું હતું કે ભાજપ સંસદમાં અધ્યાદેશ લાવીને રામમંદિરનું નિર્માણ કરે. રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ૨૯મી આૅક્ટોબરથી સુનાવણી શરૂ થવાની છે.
આ સુનાવણીના દસ દિવસ પહેલાં જ સરસંઘચાલકનું નિવેદન આશ્ર્‌ચર્યજનક છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં અંતિમ સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે નમાજ પઢવા મસ્જિદની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે જ્યારે સુનાવણી હવે હાથવેંતમાં છે ત્યારે આવા નિવેદનની શું જરૂર?
આનું મુખ્ય કારણ એ છે કે ભાજપને અને આરએસએસ બંનેને ડર છે કે જે રીતે કાંગ્રેસ એક પછી એક ભાજપના મુદ્દા પચાવી પાડી રહી છે એ રીતે કદાચ આ મુદ્દો પણ તેમના હાથમાંથી છીનવાઈ જાય તે છે. તેમના જ ઘટક પક્ષ શિવસેનાનું વલણ પણ રામમંદિર મુદ્દે ખૂબ જ કડક છે. દશેરાની રેલી દરમિયાન કદાચ ઉદ્ધવ આ મુદ્દો ઉછાળી પણ શકે તેમ છે. આથી આ સમયે દશેરાના દિવસે જ રામમંદિર મુદ્દે મોહન ભાગવતે અધ્યાદેશ દ્વારા રામમંદિર બનાવવાની વાત પર જાર આપ્યું છે. વળી એ કદાચ સપ્તાહ અગાઉ જ વિશ્ર્વહિન્દુ પરિષદના સંતો અને સાધુઓની સંસદે પણ ભાજપને રામમંદીર બનાવો અથવા પરિણામ ભોગવો તેવી ચીમકી આપી દીધી છે.
વીએચપીના સંતોએ તો જા રામમંદિર મુદ્દે નિર્ણય નહીં લેવાય તો કારસેવાની પણ ચીમકી આપી દીધી છે. આમ ચારે બાજુથી ભાજપની કેન્દ્ર સરકાર રામમંદિર મુદ્દે ઘેરાયેલી છે. એવામાં મોહન ભાગવતનું નિવેદન ખૂબ જ મહત્વનું બની જાય છે.
ભાગવત પોતે જાણે છે કે મંદિર મુદ્દો એ એવો મુદ્દો છે જેને કારણે ભાજપ સત્તા પર આવી છે. હવે જા ભાજપ પાસે સત્તાપૂર્ણ બહુમતી હોય તેમ છતાં સાડાચાર વર્ષના શાસન દરમિયાન રામમંદિરનો મુદ્દો સાવ કોરાણે પડ્યો હોય તો એ ચાલે તેમ નથી. કેન્દ્ર સરકાર પોતે લગભગ દરેક મોરચે નિષ્ફળ ગઈ છે.
મોદીની લોકપ્રિયતા સિવાય ભાજપ પાસે અત્યારે બીજું કંઈ જ નથી. જા આ મુદ્દો પણ વિપક્ષો છીનવી લે તો ભાજપનું જ રામનામ થઈ જાય તેમ છે. આ જ કારણ વીએચપી અને આરએસએસ એવું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભાજપ પર તેઓ રામમંદિર મુદ્દે દબાવ લાવ્યા છે અને આ દેશમાં જા કોઈ રામમંદિર બનાવી શકે તેમ છે તો તે માત્ર આરએસએસ અથવા વીએચપી જ છે. જા કોર્ટમાં સુનાવણી ચાલુ થાય અને ફેંસલો આવે ત્યાં સુધી આ મુદ્દે જેટલું રાજકારણ રમવું હોય તે રમી શકાય એવી જ ગણતરી ભાગવતના નિવેદન પાછળ હોઈ શકે તેમ છે. કેમ કે સંઘ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. એકબીજાને વિશ્ર્વાસમાં લીધા વગર બંને પક્ષ કોઈ પણ નિર્ણય લે તેમ નથી. જા ખરેખર સંઘને રામમંદિરની ચિંતા હોત તો સાડાચાર વર્ષ સુધી તેમણે કેમ રાહ જાઈ? અધ્યાદેશ લાવીને જ રામમંદિરનું નિર્માણ કરવાનું હોત તો સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જાવાની શું જરૂર છે? કોર્ટમાં સુનાવણી શરૂ થવાના સમયે જ કેમ વીએચપીના સંતો અને આરએસએસ અધ્યાદેશની વાત લાવ્યા છે? એકંદરે આ મુદ્દે ભાજપની ઢાલ બનાવવાની વાત છે.
ભાજપ પોતે કોર્ટના આદેશની માળા જપ્યા કરે છે. ભાજપનો કોઈ પણ નેતા રામમંંદીર મુદ્દે કોઈ નક્કર નિવેદન કરવા તૈયાર નથી. ટીવી ચેનલો પર ભાજપના પ્રવક્તાઓ રામમંદિરનો સવાલ ગુપચાવી જાય છે અને લોકોની આસ્થા છે એટલે રામમંદિર બનશે અને અમે જ બનાવીશું તેવી વાત કરે છે, પરંતુ કોઈ નક્કર રૂપરેખા કે સમયમર્યાદા આપવા તૈયાર નથી. એટલે સરસંઘચાલકનું નિવેદન લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટેનું એક બહાનું જ છે, બીજું કશુંય નહીં!

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY