મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માતાના મઢ ખાતે આશાપુરા માતાના દર્શન કર્યાં,મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ તેમજ આઇ.કે.જાડેજાએ માતાજીના કર્યાં દર્શન
કાલાવાડથી માતાજીના દર્શનાર્થે આવેલ પદયાત્રી રાજપુત–જાડેજા
પરિવારોના યાત્રિકોને મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભકામના પાઠવી
ભુજ : આજે કચ્છની એક દિવસની મૂલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણીએ સજોડે માતાના મઢમાં આશાપુરા માતાજીના શ્રધ્ધા-ભાવ સાથે દર્શન કરી આરતી ઉતારી શ્રીફળ-ચુંદડી અર્પણ કર્યાં હતા.
કચ્છના મહેમાન બનેલાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સવારે હવાઇ માર્ગે સીધા માતાનામઢ પહોંચી આશાપુરાના દર્શન કરી સજોડે આરતી ઉતારી સૌ માટે મંગલકામના કરી હતી. મા આશાપુરાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી ગુજરાતની ઉન્નતિ અને સર્વાંગી પ્રગતિની અને કચ્છમાં ઊભી થયેલી અછતની પરિસ્થિતિનો સમગ્ર કપરો સમય સારી રીતે પાર પડે અને આગામી વર્ષે સારા વરસાદ થાય તે માટે પણ તેમણે આશાપુરા માતાના ચરણમાં પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે રાજયના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, આઇ.કે.જાડેજા પણ માતાજીના દર્શન-પૂજન કર્યાં હતા.,આશાપુરા મંદિરે માતાજીના દર્શન બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાદિપતિ રાજાબાવા યોગેન્દ્રસિંહજી તેમજ માતાના મઢ જાગીરના ટ્રસ્ટીઓ સાથે બેઠકમાં આસ્થાના પ્રતિકસમા માતાનામઢના વિકાસ માટે રાજય સરકાર દ્વારા કોઇ કચાશ નહીં રખાય તેમ જણાવી કચ્છના મહત્વના ધામને વિકસાવવામાં સરકાર જે કંઇ પણ ખર્ચની જરૂરિયાત હશે તે પૂરી કરાશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે માતાના મઢ ગામના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, જાગીરના ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ વાઢેર, મહેશોજી સોઢા, રમેશ જોશી, હિંમતસિંહજી સોઢા, કરણસિંહ સોઢા, કાલાવાડ રાજપુત સમાજના અગ્રણીઓ સહિત ખેંગારજી જાડેજા, રમેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.,માતાના મઢ પધારેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી, મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ, આઇ.કે.જાડેજાનું જાગીર વતી સ્વાગત સન્માન કરાયું હતું.બાદમાં જામનગર કાલાવાડ રાજપૂત-જાડેજા સમાજના આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજા પરિવારજનો તેમજ માનતા રાખી કાલાવાડથી આવેલા ૧૫૧ પદયાત્રીઓ, માતાનામઢના દર્શનાર્થીઓના કાર્યક્રમને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છના પ્રવાસ દરમિયાન કાર્યક્રમની શરૂઆત કરવા પહેલા નૂતન વર્ષમાં આશાપુરા માતાજીના દર્શન થઇ જાય અને પછી કચ્છના કામ શુભ શ્રધ્ધા વ્યકત કરી જામનગરના કાલાવાડથી આવેલા ૧૫૧ પદયાત્રાઓ અને માતાના દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુઓને આગામી નવા વર્ષની શુભકામના પાઠવતાં નવું વર્ષ ભારત માટે મહત્વનું બની રહેશે તેમ જણાવી ભારત જગદગુરૂ બને તે અને સૌને વ્યકિતગત તેમજ પારિવારિક જીવનમાં પ્રગતિની ભગવાન શકિત સાથે માતાજીની કૃપા રહે તેવી નવા વર્ષની શુભકામના પણ પાઠવી હતી.
આ પ્રસંગે કાલાવાડ રાજપૂત સમાજ તેમજ જાડેજા પરિવાર દ્વારા યોજાયેલા મુખ્યમંત્રી તેમજ તેમના ધર્મપત્નિ અંજલિબેનનું પણ આ અવસરે સન્માન કરાયું હતું.
આ અગાઉ હેલીપેડ ખાતે રાજયના મુખ્યમંત્રી આવી પહોંચતાં રાજયના મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ, આઇ.કે.જાડેજા, કચ્છ ભાજપના મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, માતાનામઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ-બનાસકાંઠા રેંજ આઇ.જી. વાઘેલા, પ્રાંત અધિકારી રાઠોડ સહિત આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







