ખાનગી કંપનીઓનો બોજા જનતાની તિજારી ઉપર શા માટે… આતે કાઈ યોગ્ય કહેવાય…..!

0
259

કેટલાક મહિના પહેલા કે ગત વર્ષે પ્રાઇવેટ વિમાન કંપની જેટ એરવેઝે નફો કર્યો ત્યારે પોતાના ભાડા દરમાં કાપ મૂકીને લોકોને લાભ નથી આપ્યો. આ ખાનગી કંપનીએ બહુ જ મોટો નફો કેટલાય વર્ષો સુધી કમાઈને પોતાની તિજારી ભરતી રહી ત્યારે તેને લોકોને ફાયદો નથી આપ્યો હવે જ્યારે જેટ એરવેજે ખોટ કરી ત્યારે કેન્દ્ર સરકારે સરકારી બેન્કોને કહ્યું કે જેટ એરવેજને દેવાળિયા પ્રક્રિયામાં મોકલ્યા વગર તેને મદદ કરવામાં આવે. કેમ કે સરકાર નથી ઇચ્છતી કે ચૂંટણીઓ પહેલા હજારો ની નોકરી જતી રહે. માની માનીલો કે ચૂંટણી ન હોત તો સરકાર શું કરતી….? આની પહેલા આઈ એલ- એફ એસ પ્રાઇવેટ કંપનીને સરકારે ઉગારી. લગભગ ૯૦ હજાર કરોડ નો મામલો છે. સરકારી નિગમ બી.એસ.એન.એલના એક લાખથી વધુ કર્મચારીઓને ફેબ્રુઆરીનો પગાર નથી મળ્યો તેવી ખબર આવી છે. સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સને બજારમાંથી લગભગ ૧૦૦૦ કરોડનું ઋણ લેવું પડ્યું એવી પણ ખબર આવી છે. અને ખાનગી કંપની કોઈ કારણે પોતાનું કામકાજ સારી રીતે નથી કરી શકી તો તેને બચાવવાને માટે સરકારી બેન્કોના પૈસા શા માટે આપવા જોઈએ….? સરકારી બેંકોમાં એન પી એનો પ્રશ્ન તો હલ નથી થયો.એન પી એમાવધારો થતો રહ્યો છે એવામાં જેટને બચાવવાને માટે ૫૦૦ કરોડ જા આપવામાં આવશે તો તે પાછા આવશે તેની ગેરંટી કોણ આપશે….?જેટ એલવેજના હાલ વિજય માલ્યાની એરલાઇન્સ કિંગફિશર જેવા નહી થાય તેની કોઈ ગેરંટી છે શું….?
આઈ એલ એફ એસ કંપનીને બચાવવાને માટે સરકારી નિગમ એલ આઈ સીને વચ્ચે રાખવામાં આવી. આ પ્રાઈવેટ કંપનીના એક પણ ડિરેક્ટર કે એમ.ડી.ની હજી સુધી ધરપકડ નથી થઈ. આ કંપની શા માટે ડૂબી ગઈ તેની તપાસ કરી દોષિતોની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જાઈએ. જેટ એરવેજની સેવા સારી માનવામાં આવે છે. કેટલાક સમય પહેલા તો બધું જ સારું ચાલી રહ્યું હતું અને ચૂંટણી આવતા આવતા આ કંપનીએ જે નખરા દેખાડયા તેની જવાબદારી સરકાર બેંકો ઉપર શા માટે નાખી રહી છે….? સરકારી બેન્કોના બદલે ખાનગી બેંકો ઉપર સરકાર દબાણ લાવે કે તેઓ જેટને બચાવે. ખાનગી બેંકો જેટને બચાવવા માટે આગળ ન આવી રહી હોય તો સરકારે તેની શા માટે ચિંતા ફિકર કરવી જોઈએ….? સરકાર સામાન્ય લોકોની લોન માફ કરવાનો આદેશ સરકારી બેન્કોને આપી શકે છે શુ….? વધતી મોંઘવારીથી આવા કેટલાએ પરિવાર છે કે જેઓ બેન્કોના દેવા ભરતા ભરતા થાકી જાય છે. સરકાર તેમની પણ ચિંતા ફીકર કરે. એક કંપની ડૂબી ગઈ આ કંપનીના અને તેને ચલાવવા વાળાનો મામલો છે. સરકાર કેટલી પ્રાઈવેટ કંપનીઓને બચાવશે….?
જેટ એરવેઝના માલિક નરેશ ગોયેલ ફેલ થઈ ગયા. અત્યાર સુધી તો નંબર વન એરલાઈન્સ કંપની ભારતમા માનવામાં આવતી હતી. તેના માલિકોએ કરોડો-અબજો કમાઈને માલ્યાની જેમ કંપનીને ડૂબવાના કિનારા પર લાવીને છોડી દે. અને પછી સરકાર તેની જવાબદારી શા માટે લે….? સરકારી બેંકો ડૂબતા જહાજને કરજ આપશે તો શું તે પાછું આવશે….? આ જેટ કંપનીએ હાથ ઉચા કરી દીધા. કાલે કોઈ બીજી કંપની કહેકે હું નથી ચાલી શકતી અને કેટલાય ની નોકરી જોખમમાં છે. તો શુ સરકાર તેને પણ બચાવશે…..? અગર આવું જ કરવાનુ છે તો સરકાર તમામ ખાનગી કંપનીઓને પોતાના હાથમાં લઈ લે. માલ ખાય ગોયેલ અને માર ખાય સરકાર આ કેવી નીતિ….? ચૂંટણીને માટે સરકારી બેન્કોએ કરોડોનું જાખમ ઉઠાવવુ એ શું કિયાક હારવાનો ડર તો નથીને…? છેલ્લા સમય પર સરકારનું નાક દબાવવાને માટે નરેશ ગોયેલને માટે બે તાળી નું સન્માન તો બને જ છે….!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY