ભુમલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે પગપાળા જતી મહિલા ને બાઈક ચાલકે ટક્કર મારતા મોત
રાજપીપળા : નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર , કેવડિયા તરફ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટ ના કારણે ટ્રાફિક વધ્યો હોય પગપાળા જતા લોકો પણ હાલમાં વાહન અકસ્માત થાય એવા ડરે ખાસ કાળજી લઈ રહ્યા છે છતાં ગતરોજ ગરુડેશ્વર ના ભુમલિયા ગામ ના બસ સ્ટેન્ડ પાસે થી ચાલતી જતી એક મહિલા ને એક અજાણ્યા બાઈક ચાલકે પાછળ થી ટક્કર મારતા મહિલા નું ઘટના સ્થળેજ મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર ના લીમડી ગામના નટવર કાળાભાઈ તડવી એ કેવડિયા પો.સ્ટે.માં આપેલી ફરિયાદ મુજબ એમની પત્ની સોનાબેન તારીખ 28 ઓક્ટોમ્બર ના રોજ કામ અર્થે ગયા બાદ ભુમલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે થી પગપાળા ઘર તરફ આવતી હતી ત્યારે પાછળ થી પુરપાટ આવેલા એક અજાણ્યા બાઈક ચાલકે સોનાબેન ને પાછળ થી ટક્કર મારી ગંભીર ઈજાઓ પોહ્ચાડતા તેનું ઘટના સ્થળેજ મોત થયું હતું ત્યારબાદ ટક્કર મારી અજાણ્યો બાઈક ચાલાક નાસી છૂટતા કેવડિયા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





