ભાવનગરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આગ લાગતા તમામ દસ્તાવેજા બળીને ખાખ

0
33

ભાવનગર,તા.૧૨
આજે સવારે અગમ્ય કારણોસર બહુમાળી ભવનમાં બીજા માળે આવેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આ આગના કારણે મહત્વના દસ્તાવેજા બળીને ખાખ થઇ ગયા હતા. જાકે ફાયર બ્રિગેડના કાફલાએ તાત્કાલીક ઘટનાસ્થળે જઈને આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જી-સ્વાન રૂમ તથા જી-સ્વાન રૂમમાં મુકવામાં આવેલા મહત્વના દસ્તાવેજા બળીને ખાખ થઇ ગયા હોવાનું સ્થાનિક સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું છે.
મહત્વનું છે કે ભાવનગરમાં આવેલી ખાનગી શાળાઓની મનમાની ચરમસીમાએ છે. હાલ આરટી અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરીને લઇને ગરીબ વિદ્યાર્થીનો વાલી વર્ગ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા મનમાની કરતી શાળાઓ આમનેસામને આવી ગઈ છે. હાલ આ મુદ્દે કાનૂની વિવાદ પણ વકર્યો છે ત્યારે ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ખાનગી શાળાઓ સામે લાલ આંખ કરવાને બદલે હાલ તુરંત મૌન સેવ્યું છે. તેવામાં એકાએક લાગેલી આ આગ અને આગમાં બળીને ખાખ થઈ ગયેલા મહત્વના દસ્તાવેજાએ અનેક શંકા-કુશંકા અને ચર્ચાઓને બળ આપ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY