પાક.ની નફ્ફટાઈ : ભારતીય જવાનની હત્યા કરી મૃતદેહને ક્ષત-વિક્ષત કર્યો

0
11

શ્રીનગર,તા.૧૯
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. સરહદ પર ફરીથી પાકિસ્તાન સેના દ્વારા ભારતીય જવાન પર હુમલો કરાયો. હદ તો ત્યારે થઇ જ્યારે ભારતીય જવાનને ખેંચી જઇ પછી બે કલાક બાદ હત્યા કરી ભારતીય સરહદમાં જવાનનો મૃતદેહ ક્ષત-વિક્ષત કરી ફેંકી દીધો.
મળતી માહિતી પ્રમાણે બીએસએફના કેટલાંક જવાનો ગઇકાલે સવારે સરહદ પર સફાઇ કરવા માટે ગયા ગતા, ત્યારે પાકિસ્તાની રેંજરોએ તેમના પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો. કહેવાય છે કે પાકિસ્તાન રેન્જરની ટીમ આ ઘાયલ જવાનને પોતાની સાથે સરહદ પાર લઇ ગયા અને બેરહેમથી હત્યા કરી સૈનિકને મૃતદેહને પાછો સરહદમાં ફેંકી ગયા. મોડી સાંજે જવાનનો મૃતદહે મળ્યો.
ભારતીય જવાનોનું એક ગ્રૂપ ફેન્સિંગની આગળ સફાઇ કરવા માટે ગયું હતું. અચાનક પાકિસ્તાની રેન્જરોએ ભારતીય સૈનિકોના દળ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફાયરિંગમાં ભારતીય જવાન ઘાયલ થયો. ત્યારબાદ ભારતીય જવાનોએ મોર્ચો સંભાળ્યો અને ત્યાંથી સુરક્ષિત જગ્યા પર આવી ગયા. ત્યારે એક ઘાયલ જવાન સરહદ પર જ રહી ગયો. કહેવાય છે કે પાકિસ્તાની રેન્જર્સ જવાનને ઉઠાવી ગયા અને બે કલાક પોતાની પાસે રાખ્યો અને પછી મૃતદેહને ક્ષત-વિક્ષત કરી ભારતીય સરહદમાં ફેંકી ગયા. કહેવાય છે કે જવાનનો એક હાથ-પગ કાપી નાંખ્યો અને એક આંખ કાઢી નાંખી હતી. જા કે હજુ સુધી જવાનના મૃતદેહને ક્ષત-વિક્ષત કર્યાના સમાચારની પુષિતકરાઇ નથી.
મ્જીહ્લએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાને પોતાની સરહદને સુરક્ષિત કરી લીધી છે. જ્યારે ભારતીય સરહદની આજુબાજુ સરકંડા છે. તેના લીધે ઘાયલ જવાનના ઘણા સમયથી સુધી ભાળ મેળવી શકાય નહીં. હાલ બીએસએફ કેસની તપાસ કરી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY