રોહતકમાં મુસ્લિમોને જાહેરમાં નમાજ પઢવા અને દાઢી રાખવા પર પંચાયતનો પ્રતિબંધ

0
5

રોહતક,તા.૧૯
બકરી ઇદ પર અહીં ટીટૌલી ગામમાં ગૌવંશની હત્યાની ખફા પંચાયતે ફરમાન જારી કર્યું છે કે મુÂસ્લમ સમુદાયના લોકો હવે જાહેર સ્થળે નમાજ પઢશે નહીં એટલું જ નહીં, તેઓ ટોપી પણ નહીં પહેરે અને દાઢી પણ રાખી શકશે નહીં. તેમણે પોતાના બાળકોના નામ પણ અરબી કે ફારસીમાં નહીં, પરંતુ હિંદીમાં રાખવા પડશે. આ સાથે જ બકરી ઇદ પર ગૌવંશની હત્યા કરનારનો ગામમાં પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે.
ટીટૌલી ગામમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકો વ્યવસાયે ધોબી છે. ગામમાં યોજાયેલી આ પંચાયતમાં પ૦૦ લોકો જાડાયા હતા, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે. ગામમાં સરકારી સ્કૂલની નજીક ગત રર ઓગસ્ટે એક વાછરડાની હત્યા કરવામાં આવી હતી અને તેનો આરોપ યામીન નામના યુવાન પર મૂકવામાં આવ્યો હતો.
પંચાયતની સભામાં એક કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટીએ પંચાયત સમક્ષ કેટલાક નિર્ણય રજૂ કર્યા હતા. જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પંચાયત દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયોને પોતાની સંમતિ આપી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીટૌલી ગામમાં યોજાયેલી પંચાયતમાં મુસ્લિમ સમુદાયના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. પંચાયત દ્વારા રચવામાં આવેલ સમિતિએ મુસ્લિમ સમુદાયને લગતા જે નિર્ણયો લીધા હતા તે નિર્ણયોને પંચાયતમાં ઉપસ્થિત રહેલા મુસ્લિમ સમુદાયના સભ્યોએ શિરોમાન્ય રાખ્યા હતા. આમ કોઇ પણ જાતના બિનજરૂરી વિવાદ કે ઘર્ષણ વગર પંચાયતની બેઠક સર્વાનુમતે સંપન્ન થઇ હતી અને તમામ નિર્ણયો સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY