સુસાઈડ નોટમાં લખ્યુ,આ દેશને માત્ર નરેન્દ્ર મોદી જ બચાવી શકે છે
હૈદરાબાદ,તા.૨૦
હૈદ્રાબાદમાં એક ખાનગી કંપનીના કર્મચારીએ ઉપરી અધિકારીઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે.આ પહેલા તેણે લખેલી સુસાઈડ નોટમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કર્યો છે. હૈદ્રાબાદના સૈદાબાદ વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતા ૩૦ વર્ષીય નુથાલાંગતી નારસિંહે પોતાની કંપનીમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતા દોડધામ મચી ગઈ હતી.
તેના મૃતદેહ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી.જેમાં તેણે લખ્યુ હતુ કે સિનિયર દ્વારા મને ત્રાસ આપવામાં આવતો હતો અને હું કંટાળી ગયો છું.સાથે સાથે તેણે સુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે માત્ર નરેન્દ્ર મોદી જ આ દેશને બચાવી શકે છે. તેણે સુસાઈડ નોટમાં મોદીને જ સતત દેશના વડાપ્રધાન તરીકે જાવાની ઈચ્છા જાહેર કરી હતી.
દરમિયાન પોલીસ નારસિંહના ઉપરી અધિકારીની શોધમાં છે.જ્યારે મૃતક કર્મચારીના સગા સબંધીઓએ તેના મૃતદેહ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



