જંબુસર નજીક બાઈક ચાલકને ટક્કર વાગતા મોત નીપજ્યું.

0
15

જંબુસર નજીક હાઇવે ઉપર આવેલી ગાર્ડન હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સ્વરને ટક્કર મારતાં બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માત કરનાર વાહન ચાલક ફરાર થઈ ગયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંગણાંદ ગામના રાજેશ નગીન રાઠોડ પોતાની બાઇક લઇને ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે હોટલ ગાર્ડન પાસેથી પસાર થતા હતા.ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં માર્ગ ઉપર પટકાયા તને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમને તાત્કાલિક સારવાર ઈમરજન્સી સેવા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેવામાં આવતા ફરજ પરના હાજર તબીબે તને મૃત જાહેર કર્યો હતો.

બનાવ સંદર્ભે જંબુસર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને અજાણયા વાહન ચાલકને શોધવાની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY