ભરૂચ નર્મદા સહીત સમગ્ર રાજ્ય માં બાળકોની આરોગ્‍ય તપાસણી હાથ ધરાશે 

0
47

શાળા આરોગ્‍ય – રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાનનો શુભારંભ 

ભરૂચ,નર્મદા : ભરૂચ નર્મદા સહીત રાજ્યભર ની શાળાઓમા આરોગ્‍ય – રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ અંતર્ગત વહીવટીતંત્ર તથા આરોગ્‍ય વિભાગ ધ્‍વારા આયોજીત જિલ્લાકક્ષાના શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.

દરેક જિલ્લામાં આજથી નવજાત શીશુ થી ૬ વર્ષ સુધીના આંગણવાીના બાળકો, ધો-૧ થી ૧૨ માં અભ્‍યાસ કરતાં સરકારી તેમજ ખાનગી શાળાના તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો, આશ્રમ શાળાઓ, મદ્રેસાઓ, ચિલ્‍ડ્રન હોમના બાળકોને ૪-ડી ને ધ્‍યાને રાખી તમામ બાળકોની આરોગ્‍યની તપાસ અને સારવાર હાથ ધરાશે.

આજથી ૧ લી ફેબ્રુઆરી – ૨૦૧૯ સુધી શાળા આરોગ્‍ય સપ્‍તાહમાં આરોગ્‍યની તપાસણી સાથે જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે. જેમાં આ અભિયાન દરમ્‍યાન બાળકોની ચકાસણી ઉપરાંત જરૂર જણાશે ત્‍યાં સિવિલ હોસ્‍પિટલ કે સામૂહિક આરોગ્‍યકેન્‍દ્રમાં વિવિધ રોગોના નિષ્‍ણાંત ડૉક્‍ટરો ધ્‍વારા સારવાર હાથ ધરાશે. બાળકોને હદય, કિડની અને કેન્‍સર જેવી ગંભીર બિમારી ઝડપી સારવાર મળી રહે તે માટે સુપર સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવશે. આરોગ્‍ય સપ્‍તાહ દરમિયાન બાળકોને શુધ્‍ધ પીવાનું પાણી, આરોગ્‍યપ્રદ ટેવો, પૌષ્‍ટિક આહાર, સ્‍વચ્‍છ વાતાવરણ, વાલી મીટીંગનું આયોજન કરી વસુદેવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ કરવાનો પ્રયાસ હાથ ધરાશે. તેમણે રાજ્‍ય સરકારની અનેકવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓની માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવાની સાથે આ મહાઅભિયાનને સફળ બનાવવા અને બાળકોના આરોગ્‍યની કાળજી લેવાના આ યજ્ઞમાં યોગદાન આપવા જણાવાયું છે .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY