ગાંધીનગર,તા.૨૭
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપને ઉપરા ઉપરી બીજી ઝાટકો લાગ્યો છે. લાલજી મેરના રાજીનામા બાદ ભાજપની વધું એક વિકેટ પડી છે. લાલજી મેર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે જાડાશે. તો બીજી તરફ પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જાડાયા છે.
સુંદરસિંહ ચૌહાણ ચાર ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહી ચુક્્યા છે. એટલું જ નહીં તેઓ મંત્રી પદે પણ રહી ચુક્્યા છે. તેમણે પોતાનું રાજીનામું ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને મોકલી આપ્યું છે. સુંદરસિંહ ચૌહાણે સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે રાજીનામું ધરી દીધું છે. આ પહેલા ભાજપનાં પૂર્વ ધારાસભ્ય તેમજ કોળી નેતા લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું.
ગુજરાત ભાજપ પ્રમુખને લખેલા પત્રમાં સુંદરસિંહ ચૌહાણે લખ્યું છે કે, “હું ખેડૂત પૂત્ર છું. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે બે ટર્મ તથા સંસદીય સચિવ તરીકેની એક ટર્મની સાથે સાથે ધારાસભ્ય તરીકે હું ચાર ટર્મ સુધી લોકોની સેવા કરી ચુક્્યો છું. ભાજપ સરકારની સતત ખેડૂત વિરોધી નીતિઓને કારણે તથા મારા ખેડૂત ભાઈઓની સતત અવગણના થવાને કારણે હું ભારતીય જનતા પાર્ટીના સભ્યપદ તરીકે રાજીનામું આપું છું.”
ભાજપમાંથી રાજીનામું આપીને સુંદરસિંહ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જાડાયા હતા. કોંગ્રેસમાં જાડાતાની સાથે સુંદરસિંહે નિવેદન આપ્યું હતું કે, “હવે હું ભાજપ છોડીને કોંગ્રેસમાં આવી ગયો છું. ચૌહામ સમાજને વિનંતી છે કે કોંગ્રેસમાં આવે. ભાજપ હવે પહેલા જેવી પાર્ટી નથી રહી. ભાજપમાં હવે એવા માણસો રહ્યા છે જેનાથી સમાજને નુકસાન થાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





