ભરૂચ,તા.૧૯
ભરૂચમાં બાળકના જન્મ બાદ માતાનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જે મામલે વિવાદ સર્જાયો છે. મૃતક મહિલાના પરિવારજનો ડોક્ટર્સ સામે લાપરવાહીનો આક્ષેપ મૂકી રહ્યાં છે.
ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, બાળકના જન્મ બાદ માતાને શ્વાસ ચડ્યો હતો. ઉપરાંત પરિવારજનો દ્વારા ડોક્ટર્સ પર લાપરવાહીનો આક્ષેપ કરાઇ રહ્યો છે કે, લોહી નીકળવા છતાં ડોક્ટર્સ દ્વારા ધ્યાન ન આપવામાં આવતાં મહિલાનું મોત નિપજ્યું છે.
આ મામલે મૃતક મહિલાના પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવતાં પોલીસ દોડી આવી હતી. આ મામલે પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





