ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મસભા યોજાઈ

0
13

ધર્મસભામાં ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા.

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દિલીપ ત્રિવેદી અને સાધ્વી સરસ્વતી ઉપસ્થિત રહ્યા હતાં. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ધર્મસભાના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ધર્મ સભામાં ખાસ પધારેલા સાધ્વી સરસ્વતીજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભરૂચમાં અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરના નિર્માણ માટે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુરા ભારતમાં ૫૦૦ જેટલી ધર્મસભા યોજવામાં આવી છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાટ ધર્મસભા યોજવામાં આવી છે.અમારી એક માંગ છે કે સરકાર રામ મંદિરનું નિર્માણ કરે રામ મંદિર હિન્દુઓની આસ્થા જ ભારતના સન્માનનો વિષય બન્યો છે.જો ન્યાય તંત્ર અડધી રાતે એક આતંકવાદીનો ફેંસલો આપી શકતી હોય તો રામમંદિર પ્રશ્ને મોડુ કેમ કરે છે.એટલે સંસદ અધ્યાદેશ લાવીને રામ મંદિરના નિર્માણ માટે કાયદો બનાવે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા ઉપરથી રામ મંદિર નિર્માણ માટેનું એલાન કરે એવું કહ્યું હતું.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY