સાગબારા ના સેલંબા ની દુકાનમાંથી 5.22 લાખ ના પાનમસાલા ના મુદ્દામાલ ની ચોરી
રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા ના સેલંબા ખાતે આવેલ એક દુકાન માંથી શિયાળા ની ઠંડી નો લાભ ઉઠાવી ચોરટાઓ એ ચોરી કરતા ફરિયાદ થઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર કોઇ અજાણ્યા ચોર ઇસમે સેલંબા ખાતે દુકાન ધરાવતા ફરીયાદી મનહરભાઈ નારણભાઇ પવાર ની દુકાન નું શટર તેમજ લોખંડની જાળીને મારેલ તાળાની કડી કટર જેવા સાધનથી કાપી શટર તથા જાળી ખોલી દુકાનમાં અંદર પ્રવેશી તેમા મુકેલ વિમલ પાન મસાલાના કાર્ટૂન નંગ-રપ જેની કિંમત આશરે ૫,૨૨,૩૨૫/-ના સમાન ની ચોરી કરી ચોરટા પલાયન થઈ જતા આ બાબતે દુકાન ના મલીકે સાગબારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ સાગબારા પી એસ આઈ વાય એસ શિરસાઠ કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



