ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકમાં હોદ્દેદારોના અઢી વર્ષની અવધી પુરી થતા આજરોજ યોજાયેલ ચૂંટણીમાં અરૂણસિંહ રણા સતત સાતમી વખત ચેરમેન તરીકે બીન હરીફ ચૂંટાયા હતાં. જયારે વાઈસ ચેરમેન તરીકે કરસન પટેલ છઠ્ઠી વખત નિયુકત થયા હતાં.
ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકમાં છેલ્લી સાત ટર્મથી અનબિટન ચેરમેન એવા અરૂણસિંહ રણા વર્ષ ૨૦૦૦માં પ્રથમ વખત બેંકના ચેરમેનની ચૂંટણીમાં દાવેદાર બન્યા હતાં. તે સમયે બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સમાં કોંગ્રેસનો પ્રભાવ હતો. અહેમદ પટેલની સંમતિથી અરૂણસિંહ રણા બિન હરીફ ચેરમેન બન્યા હતાં ત્યારથી બેંકમાં તેમનો દબદબો રહ્યો છે.
અરૂણસિંહ રણા પ્રથમવખત ચેરમેન બન્યા ત્યારે ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની ગણતરી નબળી બેંકમાં થતી હતી. જો કે વહીવટી કુશળતાથી અરૂણસિંહ રણાએ ધીરે ધીરે બેન્કોને સધ્ધરતા અપાવી હતી. ૨૦૦૩માં બેંકે સભાસદોને પ ટકા ડિવિડન્ડ આપ્યું હતું. આજે બેંકને સધ્ધર થતા રર % ડિવિડન્ડ ચુકવાય છે. સ્વસહાય જૂથમાં પ્રસંશનીય કામગીરી થકી બેંકે રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
સહકારી ક્ષેત્રે નામના પ્રાપ્ત અરૂણસિંહ રણા ગુજરાત રાજય સહકારી સંઘ અને સ્ટેટ કો.ઓ. બેંકમાં પણ ડિરેકટર તરીકે સેવા આપે છે.ઉપરાંત અનેક સહકારી અને સામાજીક તથા શૈક્ષણીક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પણ તેઓ કરે છે.
કો.ઓ.બેંકોમાં બોર્ડ ઓફ ડિરેકટરની અવધી પાંચ વર્ષની હોય છે. જયારે હોદ્દેદારોની અવધી અઢી વર્ષની હોય છે. હોદ્દેદારોની અઢી વર્ષની અવધી પુરી થતા બેંકના સભાખંડમાં નાયબ કલેકટર જે.વી.દેસાઈની ઉપસ્થિતિમાં ચૂંટણ યોજાઈ હતી. જેમાં ચમરેન તરીકે સતત સાતમી વખત અરૂણસિંહ રણા, વાઈસ ચેરમેન તરીકે છઠ્ઠી વખત કરસનભાઈ પટેલ તથા ડિરેકટર તરીકે નરેન્દ્રસિંહ રણા બીન હરીફ ચૂંટાતા બેંકના સભાસદો અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. સહકારી ક્ષેત્રના આગેવાનો, બેંકના ડીરેકટરો અને સભાસદોએ ત્રણેને હારતોરા કરી અભિનંદન આપ્યા હતાં.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






