નર્મદા જિલ્લામાં યોજાનાર ડિજી કોન્ફેન્સના કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલના દર્દીઓની હાલત કફોડી બની.

0
345

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ડીજી કોન્ફરન્સ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલના એક માત્ર ઓર્થોપેડીક તબીબને PMની સેવામાં રાજપીપળા ખાતે હજાર રહેવા બોલાવવામાં આવ્યા છે. જેનાં પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દસથી વધુ દર્દીઓની હાલત કફોડી બની રહી છે. દર્દીઓના ઓપરેશન અટવાઈ પડતાં વડોદરા ખાતે રીફર કરવાની ફરજ પડી રહી છે.આવા સંજોગોમાં ગરીબ દર્દીઓને પરવડતું નથી.જેથી હાલ તો દર્દીઓની હાલત દયનીય બની છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે. અહીં તેઓ ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવાના હોય તબીબી સેવા માટે ભરૂચ સિવિલના એકમાત્ર ઓથોપેડીક ડોક્ટરને કાર્યક્રમમાં સેવા આપવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. જેની સાથે જ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસથી હાથ પગ કમર ફેક્ચરના દર્દીઓ ઓપરેશન ન થવાના કારણે ભારે હેરાન પરેશાન થઇ ગયા છે. જોકે સિવિલ હોસ્પિટલમાં એક માત્ર ઓર્થોપેડિક ડોક્ટર છે. તે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જવાનું હોવાથી તમામ દર્દીઓને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવાની કેહતા દર્દીઓની સ્થિતિ દયાજનક થઈ હતી.

દર્દીઓ સાથે ની વાતચિતમાં પ્રધાનમંત્રી આવે તે સારું છે પણ તેમના આગમનથી ગરીબો દર્દીઓ ની મુશ્કેલી માં વધારો થાય તે કેટલું યોગ્ય કહેવાય તેમ દર્દીઓ અને સગા વાળાએ મીડિયા સમક્ષ પોતાના ઉદાસ મોઢે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારના પદાધિકારીઓ પ્રજાના મતો લઈને પોતાની સરકાર બનાવતા હોય છે.પછી એજ સરકારના લોકોને આજ પ્રજાની કઈ જ પડી હોતી નથી.છેલ્લા દસ દિવસથી દર્દથી પીડાતા દર્દીઓએ રીત સર રડી દીધું હતું.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY