ઝાલાવાડ ના સામાજિક અગ્રણી દીપકભાઈ જોશી ના જન્મદિવસ નિમિત્તે ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ 

0
97

હળવદ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને અનેક સામાજિક-સેવાકીય કાર્ય માં પોતાનું વિશેષ યોગદાન આપતા આવેલા દીપકભાઈ જોશી નો આજે જન્મદિવસ છે દીપકભાઈ જોશી પોતાના જીવન ના 49 વર્ષ પુરા કરી આજે 50 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે દીપકભાઈ જોશી હળવદ શ્રી વૈજનાથ મહાદેવ ના અનન્ય ભક્ત છે અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ના જીર્ણોદ્ધાર માં પોતે રાત દિવસ એક કરી સર્વે ગ્રામજનો ના સહકાર થી ભવ્યાતિભવ્ય શ્રી સોમનાથ મંદિર ની પ્રતિકૃતિ(મીની સોમનાથ) સમાન હળવદ માં શ્રી વૈજનાથ મહાદેવ નું ભવ્ય મંદિર બન્યું તે નિર્માણકાર્ય માં નિમિત્ત બન્યા અને હળવદ માં ઐતિહાસિક શ્રી ગીરીબાપુ ની કથા નું સફળ આયોજન પણ તેમની આગેવાની માં ગામ સમસ્ત ના સહયોગ થકી થયું હતું તેઓ રોટરી ક્લબ માં પણ સક્રિય સભ્ય છે અને પોતે પોતાના જીવન માં શૂન્ય માંથી સર્જન કરી ચૂકેલા એવા આજે દીપકભાઈ જોષી ને તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છક મિત્રો સ્નેહીજનો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.આજરોજ દિપકભાઈ ના જન્મદિવસ નિમિતે કડકડતી ઠંડી માં ગરમ ધાબળા નું વિતરણ કરી અને શિશુ મંદિર ની બાળાઓ ને મીઠાઈ ફરસાણ સહિત ભોજન કરી અને ઉજવવામાં આવશે.

મયુર રાવલ હળવદ

મો.9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY