રાફેલના મુદ્દે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ દ્રારા ખોટા નિવેદનો આપતાં હોવાના વિરોધમાં ભાજપે આવેદનપત્ર આપ્યું.

0
307

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપી જણાવેલ હતું કે, રાફેલની બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાજકીય લાભ મેળવવા માટે રાષ્ટ્રની સુરક્ષા જેવા ગંભીર અને સંવેદનશીલ વિષયમાં કોઈ પણ જાતના આધાર વિહોણા અને અપરિપક્વ નિવેદનો આપી સમગ્ર રાષ્ટ્રની સલામતી અને નાજુક બાબતો સંબંધે પ્રજાને ગેર રસ્તે દોરી હોય તેથી આવા બેજવાબદાર કથનો કરવા બદલ જવાબદારો સામે ગંભીર પગલાં લેવા અને જયારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સપષ્ટ કરવા આવેલ છે કે, રાફેલ સોદામાં કોઈ સંદેહ નથી ત્યારે આ બાબતે કડક અને અસરકારક પગલાં લેવા આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આવેદનપત્રમાં જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, જિલ્લા મહામંત્રી ધર્મેશ ભટ્ટ અને ધર્મેશ મિસ્ત્રી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપના આગેવાનો અને તમામ મંડળના પ્રમુખો અને સેલ મોરચા ના હોદેદારો અને નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના હોદેદારો અને યુવા અને મહિલા મોરચા ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

તમામ કાર્યકરો ઓમકારનાથ હોલ થી જિલ્લા કલેકટર કચેરી સુધી પગપાળા જઈને સુત્રોચાર કરી ભારત માતા કી જાય અને વંદે માતરમ ના સૂત્રો બોલવામાં આવેલ હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY