રાજ્યકક્ષાના પડતર પ્રશ્નો માટે છોટાઉદેપૂર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે આવેદનપત્ર આપ્યું

0
331

છોટાઉદેપૂર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળએ રાજ્યકક્ષાના ૧થી ૧૦ જેટલા પડતર પ્રશ્નોઘણા લાંધયા સમયથી વણ ઉકેલ્યા રહેતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે તારીખ ૨૬. ૧૦.૨૦૧૮ ની ગાંધીનગર ખાતે મળેલ કારોબારીમાં નક્કી થયા મુજબ તારીખ ૯. ૧૨. ૨૦૧૮ ના રોજ જામનગર ખાતે એકતા સમેલન યોજી સરકાર સામે આંદોલન રણનીતિ ઘડી કાઢી છે.જે અન્વયે છોટાઉદેપૂર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ને મંડળ ના પ્રતિનિધિ ઓ એ તારીખ ૨૦. ૧૨.૨૦૧૮ ના રોજ એક આવેદનપત્ર આપી કર્મચારી વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવ્યો હતો.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્રારા છેલ્લા પાંચ વર્ષથી રાજ્યના ૩૩ જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા ૩૫ હજાર કરતાં વધારે આરોગ્ય કર્મચારીઓ જોવા કે મલ્ટીપરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેક્નિશિયન, શાર્માસિસટ, ફિમેલ હેથ સુપરવાઇઝર મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઇઝર,ની માંગણીઓ સંદર્ભે રાજ્ય કક્ષાએ અધિક નિયામક ,આરોગ્ય કમિશનર સાથે અનેકવાર યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવાયેલા પ્રશ્નોનો નો આરોગ્યમંત્રી, પંચાયતમ મંત્રી કક્ષાની એક પણ બેઠક ન ફાળવાતા રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓમાં પ્રશ્નોના નિકાલ પર પાણી ફરી વળતા આગામી ટૂંક સમયમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ કરવાની ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ચીમકી ઉચ્ચારી છે.આરોગ્ય કર્મચારીઓ એ આવેદનપત્રમાં રજૂ કરેલાપ્રશ્નો (૧)પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ ને ટેકનિકલ કર્મચારી ગણી તે મુજને પગાર સુધારણા કરવા બાબત(૨) રાજ્ય સેવા ની જેમ પંચાયત સેવામાં ત્રિસ્તરીય માળખાનો અમલ કરવા બાબત (૩)આરોગ્ય કર્મચારીઓ ને ૦ કિલોમીટ તેમજ તમામ સંવર્ગના પ્રમોશનો અને મ.પ.વ,ફી.હે.વ,અને કંપાઉન્ડર ના નામાભિધાન બદલવા જેવા ૧૦ એક પ્રશ્નો અંગે માનનીય કલેકટર નામદાર સરકારને રજૂઆત કરે તે હેતુથી આરોગ્ય કર્મચારી પરિવાર વતી જિલ્યા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ જયેશકૂમાર.એસ.મોચી મંત્રી ખૂરસીંગભાઈ.એન.રાઠવા તથા

મુખ્ય કન્વીનર નિમેષભાઇ.જે .પ્રજાપતિ માટે તથા મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહીઆવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.

ઇકબાલ શેખ,છોટાઉદેપુર

9998792233

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY