ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે કનૈયાલાલ માણેકલાલ મુન્શીજીની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. જેમાં એમના લખેલા પુસ્તકોની વાત કરવા સાથે ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુન્શીજી એક બહુમુખી પ્રતિભા ધરાવતા સાહિત્યકારમાંના એક છે. તેમણે બી.એ. એલ એલ.બી સુધીનો અભ્યાસ કરેલ હતો. પાટણની પ્રભુતા, અડધે રસ્તે, રાજાધિરાજ અને ગુજરાતની અસ્મિતા એમના જાણીતા પુસ્તકો છે .

પ્રસ્તુત કાર્યક્ર્મ વાત પુસ્તકની ને સાકાર કરનાર વકતાઓમાં અંકુર બેન્કર અને તરુણ ખાંટે કનૈયાલાલ માણેકલાલ મુન્શીજી ના વિષે અને એમના સાહિત્યિક સર્જન એમની અદ્ભુત જાણકારી ને અનુરૂપ વાત કરી હતી. પ્રસંગે લાયબ્રેરીના ગ્રંથપાલે ભરૂચના જ પનોતા પુત્ર કાંતિલાલ જ્યકિશનદાસ ચોક્સીને પણ યાદ કર્યા હતા કે જેમના નામ પર ગૌતમ ચોકસીએ ભરૂચની જનતા માટે આટલી ઉત્તમ લાયબ્રેરીની ભેટ આપી અને જેથી કરીને આ લાયબ્રેરીમાં સાહિત્યને લગતા ઉત્તમ કાર્યક્ર્મ યોજાય છે. પ્રાધ્યાપક મહિપત સિંહજી રાઉલજીએ પણ વાત પુસ્તકની કાર્યક્રમમાં ક.મા. મુન્શીજી વિષે પોતાની વાત રજૂ કરી હતી.સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પુસ્તક રસિકો હજાર રહ્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




