ભરૂચ હોસ્ટેલ ગ્રાઉંન્ડ ખાતે ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા સહાય,પેન્સન યોજનાના હક્ક માટે અસંગઠીત વિધવા બહેનોનું મહા સંમેલન યોજાયું હતું. જેમાં આગામી દિવસોમાં નિરાધાર વિધવાઓના પેન્સન માટે ગુજરાતના તમામ ધારાસભ્યો અને તમામ સંસદ સભ્યોને એક અપીલ પત્ર લખીને તેમના વિસ્તારમાં તેમની હકીકત જાણીને વિધવાઓના હિતમાં સરકારને ઢંઢોળવાનું કામ કરવાની રજુઆત કરાવવાના શબ્દ યોજાયેલ વિશાળ વિધવા મહા સંમેલનમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ ઉચ્ચાર્યા હતા.

ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રવિવારના રોજ યોજાયેલા અસંગઠીત વિધવા મહિલા સંમેલનમાં માજીમંત્રી ખુમાંનસિંહ વાંસિયાએ ઉપસ્થિત વિધવા બહેનોને જણાવ્યું હતું કે, ઘણી બધી જગ્યાએ કેટલીક વિધવા બહેનોની પરિસ્થીતી જાણીને આપણે પરેશાન થઈ જઈએ છીએ. વિધવા બહેનોને પુરતી સહાય ઉપલ્બ્ધ કરાવાતી નથી તેમજ ન તો તેમને પુરતું પેન્સન મળે છે. ઘણી બધી જગ્યાએ વિધવા બહેનોને રોજનું એક ટંકનું ખાવાનું પણ મળતું નથી. વિધવાઓની યોજનમાં નવા નિયમો ઉભા કરીને આખી યોજનાએ લકવો લાગી ગયો છે.યોજનાના સરળીકરણ માટે આગામી દિવસોમાં ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો અને તમામ સંસદ સભ્યોને તેઓ એક અપીલ પત્ર પાઠવવાના છે કે, તેમના વિસ્તારમાં વિધવાઓને સ્પર્શતો પ્રશ્ન જાણીને તેમની વેદનામાં ઘટાડો કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી પ્રશ્નનો ઉકેલ આવે તેવા પ્રયાસ કરવાના છે. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં અસંગઠીત વિધવાબહેનો ઉપસ્થીત રહી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





