સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પોલીસ અધિકારીની દાદાગીરી સામે આવી , સ્થાનિક દૂધ વિતરક સાથે કર્યું ઉદ્ધત વર્તન
રાજપીપળા : કેવડીયા કોલોની ખાતે દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ આજે સ્ટેચ્યુની મુલાકાત કરી હતી જેમની આવવાની ઘણો સમય બાકી હતો છતાં પણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેમાં સ્થાનિક વેપારીઓ પોતાની રોજીંદી કામગીરી કરતા હતા ત્યારે પોલીસ આવા વીવીઆઈપી બંધોબસ્તમાં કંટાળીે લોકો પર દાદાગીરી કરે છે કે તેમને જાણે આમ જનતાની કઈ પડીજ નથી જેમાં કેવડિયાના એક દુધના વેપારી તેના રોજિંદા દૂધના વિતરણનું કામ કરતા હતા ત્યારે સ્ટેચ્યુ નાં ગેટ 4 સામે આવેલી દુકાને દુધના રૂપિયા લેવા ગયા એ સમયે એક પોલીસ અધિકારીએ ઉદ્ધત વર્તન કરી આ વેપારીની ફેંટ પકડી મારપીટ કરી હોવાનું વેપારી જયંતીભાઈ પરમારે જણાવ્યું હતું તો પોલીસ પ્રજાનો મિત્ર છે આ સૂત્ર આ કિસ્સા બાદ કેટલા અંશે સાચું કહી શકાય એમ પણ આ વેપારી જણાવી રહ્યા છે. વીઆઈપી કે વીવીઆઈપી ના બંદોબસ્તમાં ઉભેલી પોલીસને શું આમ જનતાની કઈ કદર કે ઈજ્જત નથી…? આવો કોઈ હક્ક પોલીસ અધિકારીને નથી કેમકે આ વેપારી એ કોઈ ગુનો કર્યો નથી છતાં પોલીસનો રોફનો શિકાર બન્યા હતા ત્યારે અમુક પોલીસ આધિકારીઓ સ્થાનિક વેપારીઓ જ નહિ પરંતુ બહારથી આવતા પ્રવાસીઓ સાથે પણ આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોય છે તેમને માટે જાણે બળજબરીપૂર્વક ફરજ બજાવતા હોય એવા પોલીસ અધિકારીઓ કે જવાનોને સ્ટેચ્યુ જેવા પ્રવાસન સ્થળથી દુર રાખવા જરૂરી છે.
આ બાબતે રોષ વ્યક્ત કરતા આ દૂધ વિતરક જયંતીભાઈ હવે જીલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી આવા આધિકારી સામે પગલા ભરવા માંગ કરશે એમ તેમને જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




