વન વિભાગના ગેસ્ટ હાઉસ માં વોચમેન તરીકે ફરજ બજાવતા કર્મીની ગળે ટૂંપો આપી કોઈકે હત્યા કરી હોવાનું બહાર આવતા હત્યાનો ગુનો નોંધાયો

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ખાતે આવેલા વન િભાગના કર્મચારીનો ગત ૨૧ મી માર્ચે વન વિભાગના ગેસ્ટહાઉસમાં રહ્યમય રીતે મૃત ાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી ત્યારબાદ હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામે આવેલ વન વિભાગના ગેસ્ટ હાઉસ ખાતે ડુમખલ ગામનાજ દેવરા ફળીયામા રહેતા દશરથભાઈ સામાભાઈ તડવી વન વિભાગમાં વોચમેન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ હોળીના દિવસે તારીખ ૨૧/૩/૨૦૧૯ ના રોજ ધરે ન આવતા તેમના પરીવારજનો દ્વારા શોધખોળ કરતા તેમનો મૃતદેહ મૃત હાલતની અવસ્થામા વન વિભાગના રેસ્ટ હાઉસમાથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ ધટનાની જાણ થતાજ ડેડીયાપાડા પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે એ સમયે અકસ્માત મોતનો ગુનો નોધી આગળની કાયૅવાહીની હાથ ધરી હતી
ત્યારબાદ પી.એમ રિપોર્ટ આવતા ગુરુવારે પોલીસે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, પી.એમ રિપોર્ટ મુજબ મરણ જનાર દશરથ ભાઈ તડવીને અજાણ્યા હત્યારા એ ગળે ટુપો આપી હત્યા કરી હોવાનું બહાર આવતા સનસનાટી વ્યાપી ગઈ છે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.જે રાઠવા ઘટનાની તપાસ કરી રહ્યા છે. હત્યા ક્યાં કારણોસર થઈ કોને હત્યા કરી એ રહસ્ય હજુ અકબંધ છે ત્યારે પોલીસ તપાસ બાદ આ રહસ્ય પરથી પડદો ઊંચકશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



