ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ પી.એસ.બરંડા તેમજ ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે કોસમડી મોરા ફળીયા ખાતે ભંગાર ની દુકાન ધરાવતા અચ્છે ખાલીદ શાહ રહે-મોરા ફળીયા કોસમડી તા-અંક્લેશ્વર જી-ભરૂચ નાની ભંગારની દુકાનમાં તપાસ કરતા બે મીણીયા કોથળામાં ભરેલ તાંબાના વાયરો તથા પ્લેટો જેનુ કુલ વજન ૧૫૦ કિ.ગ્રા કી.રૂ.૪૫૦૦૦/-નો મુદ્દામાલ કોઇ બિલ કે આધાર પુરાવા વગરનો શંકાસ્પદ હાલતમા મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામા આવેલ છે અને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર જી. આઇ. ડી.સી. પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે.
ઉપરોકત શંકાસ્પદ મુદ્દામાલ સાથે પકડાયેલ ઇસમ અચ્છે ખાલીદ શાહ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ ભરૂચ જીલ્લાના વાલીયા પો.સ્ટે.ના તેમજ સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે. ના મળી કુલ-૪૨ વીજ ટ્રાન્સફોર્મર તોડી ચોરી કરવાના ગુનાઓમાં પકડાયેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




