સુરત, તા.૩
સુરત શહેરના બે વેસુ ખાતે અવધ અરેનાની સામે પાર્ક કરાયેલી કારમાંથી રોકડા રૂપિયા ચાર લાખની ચોરી થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેસુ શૃંગાર રેસિડેન્સી ખાતે રહેતા વેપારી નારાયણ કૈલાશચન્દ્ર પેડીવાળે આપેલી ફરિયાદ મુજબ ફરિયાદીની કાર નં. જીજે-૦૫-આરસી-૬૪૭૪ અવધ ઓફિસ બિલ્ડિંગ પાસે પાર્ક કરાયેલી હતી, ત્યારે કોઈ અજાણ્યા વ્યકિતએ કારનો કાચ તોડી બેગમાંથી રોકડા રૂ. ચાર લાખની ચોરી કરી ગયો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ નોધી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ચોરીના ઘટના સ્થળ પાસેના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી સમગ્ર ઘટનાનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધરી દીધા હોવાનું જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




