નબીપુર પો.સ્ટે વિસ્તારમા જુગાર રમતા બે શકુનીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
11

ભરૂચ જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા એલ.સી.બી. ની નબીપુર પો.સ્ટે વિસ્તાર મા નાઇટપેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે નબીપુર નવીનગરીમા જુગારધારાનો કેસ શોધી કાઢી બે આરોપીઓ ને પકડી પાડેલ છે.

આરોપીઓના નામ- (૧) કિરણભાઇ કરશનભાઇ વસાવા રહેવાસી નવીનગરી નબીપુર તા.જી.ભરૂચ (ર) કમલેશભાઇ ભીખાભાઇ મારવાડી રહેવાસી વણકરવાસ ફળીયુ નબીપુર તા.જી.ભરૂચ

જપ્ત કરેલ મુદ્દામાલ
આ ઇસમોની અંગ ઝડતીના રોકડા રૂ.૯,૦૦૦/- તથા દાવ ઉપર થી મળી આવેલ રોકડા રૂપીયા ૨,૨૩૦/- તથા મોબાઇલ ફોન-૨ કિર ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૩૧,૨૩૦/-નો મુદ્દામાલ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY