ભરૂચ એ ડિવિઝન પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડ્યો.

0
316

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ડ્રાઈવ દરમિયાન તાપી જિલ્લામાં દારૂની હેરા ફેરીના કેસમાં પકડાયેલા ઈસમોએ ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનું નામ ખોલ્યું હતું.ત્યાર બાદ નયન ને પકડ્યા બાદ સદર માલ ભરૂચના બુટલેગર બબુલ પાટણવાડિયા તથા માજી ભાજપા મહામંત્રી હર્ષકાંત ગાંધીના પુત્ર અક્ષય હર્ષકાંત ગાંધી નું નામ ખોલતા રાજકીય બેડામાં ચકચાર મચી જવા પામી છે.

સદર આરોપીની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.કે.ગોસ્વામી તથા સ્ટાફે બાતમીના આધારે પંચબત્તી ખાતે આવતા પકડી લેવામાં આવ્યો છે.જેની પોલીસે સીઆરપીસી કલમ ૪૧(૧)આઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તાપી જિલ્લાની કાકરપાર પોલીસને સોંપી દીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપા ના પ્રતિષ્ઠિત વ્યક્તિ ના પુત્ર નું નામ ખોલવામાં કોઈ અંગત અદાવત ને નકારી ન શકાય.

ધનંજય ઝવેરી:- 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY