મોરબીના રહેવાસી યુવાન સિરામિક ફેકટરીએથી પરત ફરતા હોય ત્યારે તેની કાર આડું બાઈક રાખી એક શખ્શે તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ નજીક રહેતા ભાવિકભાઈ જગદીશભાઈ દેલવાડીયા નામના પટેલ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે સીમ્પાન સિરામિકમાં ટાઈલ્સ ડીઝાઇનર તરીકે કામ કરતા હોય જે ફેક્ટરીથી પોતાની સ્વીફટ કાર નં જીજે ૧૬ એએ ૭૮૪૭ લઈને આવતા હોય ત્યારે મોરબી આરટીઓ કચેરી નજીક એક મોટરસાયકલ ચાલકે બાઈક આડું ઉભું રાખી ગાડીમાંથી નીચે ઉતારવાનું કહ્યું હતું અને મોટરસાયકલ ચાલકે તેને ગાળો આપી માર માર્યો હતો તેમજ જેને બોલાવવા હોય તેને બોલાવી લેજે કહીને તું ક્યાય દેખાણો તો છરીના ઘોદા મારી મારી નાખીશ તેવી ધમકી આપી છે જે બાદમાં હોન્ડા લઈને નવલખી ચાર રસ્તા તરફ નાસી ગયો છે મોરબી તાલુકા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



