કગથરા પરિવારમાં ઘેરો શોક છવાયો, યુવાન પુત્રના મોતથી ગમગીની
મોરબી જીલ્લાના ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્રનું અકસ્માતે મોત થયું છે બંગાળમાં વેકેશન કરીને પરત ફરતી વેળાએ વોલ્વો બસ અને ટ્રક અથડાતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે

બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલ પરિવાર સાથે પશ્ચિમ બંગાળ ફરવા ગયા હોય અને કલકત્તાથી પરત ફરતી વેળાએ ફ્લાઈટ ચુકી ગયા બાદ તેઓ વોલ્વોમાં બહેરામપુર તરફ આવતા હોય ત્યારે વોલ્વો બસ ટ્રક સાથે અથડાઈ હતી
જે ગમખ્વાર અકસ્માતમાં ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલનું કરુણ મોત થયું છે લલિતભાઈ કગથરાના બે પુત્રો પૈકી વિશાલનું અકસ્માતે મોત થતા યુવાન પુત્રના મોતથી કગથરા પરિવાર શોકમાં ડૂબ્યો છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






