સાંસદ મનસુખ વસાવા ડેડીયાપાડામાં સરદાર પટેલ એકતા યાત્રાની આગેવાની કરતા હતા,મનસુખ વસાવાની હાજરીમાં લોકોએ મોદી હાય હાય ના નારા લગાવી કાળા વાવટા ફરકાવ્યા.

ડેડીયાપાડા પોલીસે વચ્ચે મધ્યસ્થી કરી ત્યારે એકતા યાત્રા લઈ સાંસદ મનસુખ વસાવા ઘાટોલી ગામમાં પ્રવેશ્યા.
રાજપીપળા:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ બનીને તૈયાર છે.નર્મદા જિલ્લામાં આગામી તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ કેવડીયા કોલોની ખાતે દેશના વડાપ્રધાનના હસ્તે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રતિમાનું લોકાર્પણ થનાર છે.આ લોકાર્પણમાં લોકચેતનાની શક્તિને જોડવા માટે નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એકતા રથયાત્રાનો પ્રારંભ થયો છે.આ સરદાર પટેલ એકતા યાત્રા ગુરુવારે ડેડીયાપાડાના ઘાટોલી ગામે પહોંચતા યાત્રામાં હાજર આગેવાનોને કડવો અનુભવ થયો હતો.ઘાટોલી ગામમાં પ્રવેશ દ્વારે જ લોકોએ એકતા યાત્રાને અટકાવી મોદી હાય હાય ના સૂત્રોચ્ચાર કરી કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.

31મી ઓક્ટોબરે પીએમ મોદી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે.જેથી હાલ નર્મદા જિલ્લા સહિત ગુજરાત ભરમાં સરદાર પટેલ એકતા યાત્રાનો પ્રારંભ કરાયો છે.હવે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં લગાવેલા બેનરો ફાડી ાખવાની ઘટનાઓ ી રહી છે.એક તરફ આદિવાસીઓ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહિ થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.તો ખાસ કરીને જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એકતા યાત્રા દરમિયાન કાંઈક અજુગતું ન થાય એ માટે ભરૂચ સાંસદ મનસુખ વસાવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગુરુવારે ડેડીયાપાડા વિસ્તારમાં સરદાર પટેલ એકતા યાત્રાની આગેવાની કરી રહ્યા હતા.દરમિયાન એકતા યાત્રા જેવી ડેડીયાપાડાના ઘાટોલી ગામે પહોંચી ત્યારે પ્રવેશ દ્વારે જ લોકોએ કાળા વાવટા ફરકાવી મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં મોદી હાય હાય ના ઉગ્ર સ્વરૂપે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.હવે વાતાવરણ વધુ ન બગડે એ માટે મનસુખ વસાવા પોતે ગાડી માંથી ઉતરી લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ સમજાવટ દરમિયાન વિરોધ કરનારાઓ અને મનસુખ વસાવા વચ્ચે થોડું ઘર્ષણ થયું હતું.બીજી બાજુ પોલીસ કર્મીઓ દ્વારા પણ વિરોધ કરનારાઓને સમજાવવાના છેલ્લી કક્ષાના પ્રયત્નો કરાયા હતા તો એમની વચ્ચે પણ થોડું ઘર્ષણ થયું હતું.પોલીસની લાખ સમજાવટ છતાં વિરોધ કરનારા લોકો ટ્સ ના મસ થયા ન હતા.અંતે તેઓ સમજી જતા સાંસદ મનસુખ વસાવા એકતા યાત્રા લઈને ઘાટોલી ગામમાં પ્રવેશ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







