લૂંટ ધાડના ગુન્હાઓમાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા ગુન્હેગારને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
32

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાઓની સુચના અનુસંધાને જીલ્લામાં બનેલ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ. બી.ડી.વાધેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે નબીપુર પો.સ્ટ ગુર.નં૬૯/૨૦૧૯ IPC ૩૯૫, ૩૪૨, ૪૪૭, ૩૯૭, ૫૦૬(૨) મુજબ તથા રાજપીપલા પો.સ્ટે. ગુ.ર.નં./ ૧૧૮/ ૨૦૧૯ IPC ૩૯૫, ૩૪૨, ૩૯૭, ૫૦૬(૨) મુજબના.ગુન્હા ઓમાં પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી કમાલ એહમદ so લલ્લન ચૌધરી રહે. ૩૬ ગ્રીનવીલા સોસાયટી ભડકોદ્રા તા. અંકલેશ્વર ભરૂચ મુળ રહે.ગામ પઠાણ પીપરા બારાખા તા. મનકાપુર જી. ગૌડા,ઉત્તર પ્રદેશનાને અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતેથી તા. ૧૧/૦૧/૨૦૨૦ ના રોજ crPC કલમ- ૪૧(૧)આઇ મુજબ અટક કરી અંકલેશ્વર GIDC પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY