(ભરત શાહ દ્વારા)- રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામની સીમમાં આવેલા મહાકાળી એન્કલેવ કોમ્લેક્ષમાંથી સળિયાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર ગામની સીમમાં આવેલા મહાકાળી એન્કલેવ કોમ્લેક્ષની પાછળ થી ગત રાત્રે ત્રણેક વાગે કોઈ અજાણ્યો આઇસર ટેમ્પો જેવા એક ટેમ્પોનો ચાલક નવા બંધાતા મહાકાલી એંકલેવ કોમ્પ્લેક્સ પાસે આવેલા મહાકાળી મંદિરની પાછળ થી લોખંડના સવા ત્રણ ટન વજનના સળિયા જેની કિંમત ૧.૨૪૦૦૦/- રૂપિયા ની ચોરી કરી લઈ જતા આ બાબતે ચોકીદાર પરસોત્તમ ભાઈ નાગજીભાઈ તડવી એ ફરિયાદ કરતા ગરુડેશ્વર પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલાક વિરુદ્ધ ચોરી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




