દહેજના વડદલા ગામ ખાતે ૬ વર્ષીય બાળકની લાશ મળતાં ખળભળાટ

0
20

ભરૂચ,તા.૧૯
ભરૂચમાં દહેજના વડદલા ગામમાંથી ગુમ ૬ વર્ષના બાળક ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળક ગત રોજ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમિયાન બાળક છેલ્લે મિથુન કેવટ નામના યુવક જોવા મળ્યો હોવાથી તેની પૂછપરછ બાદ નજીકની રેસીડેન્સીના પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકના મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જોકે, બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
દહેજના વડદલા ગામમાં આવેલી રેસીડેન્સીમાં ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિ(ઉ.વ.૬) પરિવાર સાથે રહેતો હતો. ગતરોજ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે ગુમ થઈ ગયો હતો. જેથી પરિવારે પોલીસને જાણ કરી શોધખોળ હાથ ધરી હતી. જેમાં મિથુન કેવટ નામના યુવક સાથે છેલ્લે બાળક જોવા મળ્યો હતો. જેથી પોલીસે મિથુનની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ નજીકમાં આવેલી એક રેસીડેન્સીના પ્રથમ માળના બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY