ભરૂચની ચાર સોસાયટીના રહીશોનો ચૂંટણી બહિષ્કાર.

0
17

◆બેનર લગાવી વિરોધ નોંધાવ્યો

 ◆પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંનો હુંકાર

ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી ચાર સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવા સાથે જ્યાં સુધી પ્રાથમિક સુવિધા નહીં મળે ત્યાં સુધી વોટ નહીં કરવા સંકલ્પ લઇ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાના બેનર લગાવી દેતા ઉમેદવારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે

શ્રવણ ચોકડી સ્થિત આવેલ વેદાંત સોસાયટી આરાધના સોસાયટી અર્બુદાનગર એક તથા અર્બુદાનગર 2 મળી ચાર સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિકાર કર્ભયો હોવાના બેનર સોસાયટીની બહાર લગાવી દેતા રાજકારણીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે જોકે રહીશોની માગણી છે કે ચોમાસાના ચાર માસ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ રહેતા લોકોએ ચાર મહિના ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવે છે. તેમજ જ્યાં સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં કરાય સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા નહીં અપાય ત્યાં સુધી એક હજારથી વધુ મતદારો લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરશે તેવો હુંકાર કરતા રાજકિયક્ષેત્રે તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે.

ભરૂચ વેદાંત, અર્બુદા ૧ અને ૨ તથા આરાધના સોસાયટી મળી ચાર સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની સુવિધા નથી. દર ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ના થતા પાણીનો ભરાવો થાય છે. જેને લાઇ સોસાયટી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠતા તંત્રને રજૂઆતો કરી હતી. આમ છતાં વરસાદી પાણીના નિકાલ માટે નક્કર નિર્ણય નહિ લેવાતા રહીશો ગરમાયા હતા. તેમને જિલ્લા કલેકટરને આવેદન પણ આપ્યું હતું. છતાં કોઈ હકારાત્મક પગલાં ન લેવાતા આખરે સોસાયટી રહીશોએ બરાબર લોકસભા ચૂંટણી ટાણે જ ચૂંટણીનો જાહેર બહિષ્કાર કરી પોતાનો અવાજ ઉઠાવતા રાજકીય ક્ષેત્રે તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે.

ધનંજય ઝવેરી,તંત્રી ,જંગ એ ગુજરાત ,ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY