ભરૂચ,તા.૨૭
ભરૂચ જિલ્લાના ખરોડ પાસે આવેલા પેટ્રોલપંપ નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો. અને અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ટ્રક લઇ ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં બાઇક ઉપર સવાર ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
મુળ ઉત્તર પ્રદેશના અને અત્યારે કોસંબા ખાતે રહેતા રવી મિશ્રાને ૧૦૮ ઇમર્જન્સી સેવા દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો. દર્દી રવી મિશ્રાના ગજવામાંથી રોકડ રકમ તેમજ સોનાની ચેઇન અને સોનાની વિંટી મળી કુલ ૧ લાખ રૂપિયાની મતા મળી આવી હતી.
૧૦૮ ઇમર્જન્સી સેવાના કર્મચારીઓએ આ તમામ રોકડ રકમ તેમજ સોનાના ઘરેણા દર્દીના સગા-સંબંધીઓને પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




