અધેલાઇ થી નારી નેશનલ હાઇવેની શિલાન્યાસ વિધિના અવસરે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નીરિક્ષણ કરતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા.

0
302

ભાવનગર શહેર ખાતે આવતી કાલે ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેકૈંયા નાયડુ, ગુજરાતના રાજયપાલશ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર અધેલાઇ થી નારી નેશનલ હાઇવે નં ૭૫૧ સેકશનને ચાર માર્ગીય કરવાના શિલાન્યાસ કરવાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નીરિક્ષણ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં કર્યુ હતું.

ભાવનગર શહેરના નારી ચોકડી ખાતે યોજાનાર શિલાન્યાસ વિધિ કાર્યક્રમની તૈયારીઓનુ કેન્દ્રીય મંત્રીશ્રીએ નીરીક્ષણ કરી કાર્યક્રમ સૂચારુરૂપે સંપન્ન થાય તે માટે જરૂરી નિર્દેશો ઉપસ્થિત અધિકારીઓને આપ્યા હતા.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રોડ છે તો ગતિ છે અને ગતિ છે તો પ્રગતિ છે. આ ગતિ જ વિકાસની પરિચાલક આવનારા સમયમાં બની રહેશે.મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, દેશમાં ઝડપથી પરિવહન માટે માર્ગો, બંદર માર્ગો વગેરેનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. આથી જ કેન્દ્ર સરકાર દરિયાઇ કાંઠે આવેલા માર્ગોને ફોર ટ્રેક બનાવી પરિવહનને ઝડપથી બનાવી રહી છે.

પ્રસ્તાવિત રોડ ભાવનગરને અમદાવાદ સાથે જોડે છે તેની રૂપરેખા આપી તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવિત રોડ થી અમદાવાદ અને ભાવનગર વચ્ચેનું અંતર ઘટશે તથા મુસાફરીના ૪ કલાક થતા હતા તે ઘટીને ૨.૫ કલાક થશે.

નારી-અધેલાઇ ફોર ટ્રેક રોડના નિર્માણ સાથે કનેકટીવીટી સરળ બનવા સાથે ભાવનગરના વિકાસના દ્વાર ખુલશે. તે દ્રષ્ટિએ પણ આ રોડ ખુબ જ મહત્વનો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, આ રોડ ધોલેરા સરને જોડશે. ધોલેરા સરમાં પણ આગામી સમયમાં ૨૬ કિ.મી.નો રોડ બનશે. આ રોડ પછીથી એકસપ્રેસ હાઇવે સાથે જોડાઇ અમદાવાદ સાથે સક્ષમ રોડ માર્ગનું નિર્માણ કરશે.

વેરાવદર કાળીયાર પાર્કમાં વન્ય સંપદા અને વન્ય જગત મુક્ત રીતે વિહરી શકે તે માટે ઇકો સેન્સીટીવ વિસ્તારમાં આ પ્રસ્તાવિત રોડ પર એલીવેટેડ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. તેમ ઉમેર્યુ હતું. પૂર્વ તૈયારીઓના નીરીક્ષણ વખતે તેમની સાથે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી કલેક્ટરશ્રી હર્ષદભાઇ પટેલ પણ તેમની સાથે રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અધેલાઇ-નારીનો રાજમાર્ગ ૩૩.૩૦૮ કિ.મી. લંબાઇનો અંદાજિત રૂ. ૮૨૦ કરોડના ખર્ચે આકાર પામનાર છે. આ રોડ આર. સી. સી. નો બનશે. જેમા ૬ મુખ્ય પુલ, એક નાનો પુલ અને ૧.૩ કિ.મી.નો એક ફલાયઓવર, ૫૪ બોક્ષ નાળા, ૫.૧૩૫ કિ.મી(૭.૫ મીટર પહોળાઇ) × ૨ = ૧૦૨૭ કિ.મી.નો સર્વિસ રોડ, ૨ મુખ્ય જંકશન, ૧૪ નાના જંકશન અને ૫ બસ સ્ટેન્ડ સાથેનો બનશે.

આ અવસરે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયતી રાજ્યમંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલા, શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી, સંસદ સભ્યશ્રી ર્ડા. ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી અને વરિષ્ઠ પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861  

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY