ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં ખરકડી ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે તા. ૨૬/૦૯/૨૦૧૮ ના રોજ લેન્ડ કચેરી યોજવાનુ તા. ૦૮/૦૮/૨૦૧૮ ના જાહેરનામા અંતર્ગત નક્કી કરાયુ હતુ .
પરંતુ ત્યારબાદ ખરકડી ગામના ગ્રામજનો દ્વારા તેમના ગામના ઢોરના પ્રમાણમા ગૌચરની ઘટ હોવાની રજુઆત તેમજ અત્રેથી સ્થળ તપાસ દરમ્યાન સાંથણી માટે આઈડેન્ટીફાય કરેલ જમીન ખાડા ટેકરાવાળી તેમજ ખેતી માટે ઉપયોગી હોય તેવી જણાતી નથી તેથી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના અભિપ્રાયને ધ્યાને લેતા ઘોઘા તાલુકાના ખરકડી ગામે સર્વે નં. ૨૪૬ પૈકી ૦૧ ક્ષેત્રફળ ૬-૪૭-૫૨ જમીનમા ખેતીકામ થઈ શકે તેમ ન હોવાથી જમીનનો આખરી નિકાલ થઈ શકે તેમ ન હોય આ કચેરીના તા. ૦૮/૦૮/૨૦૧૮ નું જાહેરનામું ઘોઘા તાલુકાના ખરકડી ગામ પુરતુ રદ કરવામા આવે છે તેમ શ્રી જી. વી. મિયાણી, નાયબ કલેકટર ભાવનગરે એક લેખીત હુકમ દ્વારા જણાવ્યુ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



