તા-૧-૨-૧૯ના રોજ દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા રચના ફાઉન્ડેશન પાલીતાણાના વર્ષ દરમ્યાન કરેલ કામગીરીના અહેવાલનું વિમોચન અને દિવ્યાંગો માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક આઈડી કાર્ડનું વિમોચન અને વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગો માટેની યોજનાઓની જાણકારી આપવામાં આવેલ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સમયસર સહાય મળે તે માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ. આ પ્રસંગે આપણા ભાવનગર ના જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી તેમજ પાલીતાણા મામલતદાર વસાવા તેમજ ગુજરાત નગર પાલીકા પરિષદના મંત્રી પ્રવિણભાઇ ગઢવી તેમજ પાલીતાણા નગરપાલીકાના ચેરમન ઓમદેવસિંહ સરવૈયા તેમજ પાલીતાણા વિશ્ર્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ કીરીટભાઇ લકુમ તેમજ ભાવનગર જીલ્લાના આતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ ના કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ રાઠોડ તથા નાગરીક શરાફી મંડળી ના ઉપપ્રમુખ રમેશભાઇ રાઠોડ તથા ડાયરેક્ટર મનોજભાઇ દેસાઈ તેમજ રામી માળી ટ્રસ્ટના ઉપપ્રમુખ અને ભાવનગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સદસ્ય પ્રતાપભાઇ મકવાણા તથા ટ્રસ્ટી જયંતિભાઈ બારડ તથા પાલીતાણા નગરપાલીકાના પૂર્વપ્રમુખ હેમાબેન કડેલ તથા પાલીતાણાના પત્રકાર મિત્રો આ પ્રસંગે હાજર રહેલ હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બળવંતભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું તેમજ બહોળી સંખ્યા માં દિવ્યાંગ ભાઇઓ/બહેનો હાજર રહેલ હતા આ પ્રસંગે સંસ્થાનાપ્રમુખ પ્રકાશભાઇ એસ. સોલંકી તથા ટ્રસ્ટીગણ સાથે રાખીને સરસ અને સુંદર રીતે કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.
તોફીક આરબ
8128883816
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




