રાજ્ય સરકાર દ્વારા આયોજીત ભાવનગર જિલ્લામાં એકતાયાત્રા તા. ૨૦/૧૦/૨૦૧૮ થી ૨૯/૧૦/૨૦૧૮ સુધી યોજાશે.
આ કાર્યક્રમના પૂર્વ આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષસ્થાને તા. ૧૯ ના રોજ સાંજે એક બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં થયેલ ચર્ચા વિચારણા મુજબ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાને આવરી લઈ અને તા. ૨૦/૧૦ થી ૨૯/૧૦ એકતાયાત્રા પ્રથમ ફેઝમાં ૫૦ રથ થકી પાંચ હજાર ગામોમાં ફરશે બીજો તબક્કો તા. ૧૨/૧૧ થી ૨૧/૧૧ સુધી યોજાશે જેમાં બાકીના ગામોનો સમાવેશ થશે આ એકતાયાત્રાનું જે તે વિસ્તારના પદાધિકારી દ્વારા રથની પુજા આરતી થકી ઉદ્ઘાટન કરાશે.
ભાવનગર જિલ્લાના કુલ ગામો પૈકી ૬૦ ટકા ગામો માં બે એકતા રથ અલગ અલગ રૂટ પર ફરશે એક દિવસે એક રથ ૧૦ ગામો માં અને બીજો રથ પણ ૧૦ ગામોમાં ફરશે અને દેશને એકતારૂપી સંદેશો આપી ચુકેલા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનકવન વિશે એલઈડી પર ફીલ્મ દર્શાવવામાં આવશે આ રથ માં રાજ્ય સરકારની જુદી જુદી કચેરીઓની યોજનાના પેમ્પ્લેટ હશે જે લોકો ને વિનામુલ્યે આપવામાં આવશે જે ૧૦ ગામોમાં રથ ફરશે તેમાં પહેલાં ગામે ૬૦ મીનીટ બાકીના ગામોએ ૨૦ મીનીટ છેલ્લાં ગામે રથ રાત્રિ રોકાણ કરશે તમામ ૧૦ ગામોએ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાશે, હાઈસ્કુલ અને કોલેજ કક્ષાએ સરદાર પટેલ અને રાષ્ટ્રીય એકતાની પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે, રાષ્ટ્રીય એકતા ઉપર નિબંધ તેમજ ડીબેટ યોજાશે
આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. સી. પટેલ, નાયબ માહિતી નિયામક્શ્રી એસ. એમ. બુંબડીયા, નાયબ મ્યુ. કમિશ્નરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા રમતગમત અધિકારી શ્રીમતી સીમાબેન ગાંધી, ડો. અરૂણ ભલાણી, ડો. તાવિયાડ, નગરપાલિકાના નોડલ ઓફીસરશ્રી જે. એલ. દવે, ઈન્ચાર્જ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મીતાબેન દુધરેજીયા, મદદનીશ પશુપાલન નિયામક ડો. કોટડીયા સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





